વડોદરા:ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat assembly elections 2022) જંગ ચાલી રહ્યો છે. હાલ ટિકિટોની વહેંચણીની પ્રક્રિયા ચાલી રહી છે. ટિકિટની વહેંચણીને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા વડોદરા શહેર-જિલ્લાની બે બેઠકોને બાદ કરતાં તમામ ઉમેદવારો જાહેર કરતા વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક (Vadodara City-District seats in Waghodia, Karajan and Padra) ઉપર ભડકો થયો છે. આ ત્રણેય બેઠકના વર્તમાન ધારાસભ્ય અને બે પૂર્વ ધારાસભ્યોએ અપક્ષ (sitting MLA and two former MLAs) અથવા અન્ય પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડવા માટે રણશિંગુ ફૂંકી દીધું છે, ત્યારે ડેમેજ કંટ્રોલ માટે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી (Home minister harsh sanghvi bjp) વડોદરા પહોંચ્યા હતા.
નારાજ નેતાઓ સાથે બેઠક: ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર થતાં સાથે જ વાઘોડિયા, પાદરા અને કરજણ બેઠક પરથી દિગ્ગજ નેતાના નામની બાદબાકી થતા તેઓ અપક્ષ દાવેદારી કરવાની મૂળમાં આવી ગયા છે. આ ડેમેજ પ્રક્રિયાને કંટ્રોલ કરવાનાં ભાગરૂપે ગૃહ મંત્રી વડોદરા દોડી આવ્યા હતા. તેઓએ સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વાતાઘાટો ચાલું કરી હતી. હર્ષ સંઘવીએ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચી સૌપ્રથમ બેઠક પારુલ યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી .જેમાં સ્થાનિક કાર્યકરોને ઉપસ્થિત રાખી તેઓની સાથે બેઠક યોજવી હતી. પરંતુ આ બેઠકમાં મધુભાઈ શ્રીવાસ્તવ ગેરહાજર રહ્યા હતા. વાઘોડિયા, કરજણ અને પાદરામાં પાર્ટી નેતાઓને સાથે મુલાકાત કરી હતી.
બળવાખોર સામે ગૃહમંત્રી આકરાપાણી: ભાજપમાંથી બળવો કરીને કરજણ બેઠક ઉપર ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા)નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ, ગૃહમંત્રી સાથેની મુલાકાત ટાળવા માટે તેઓએ ફોન રિસીવ કર્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. બળવો કરીને ચૂંટણી લડવાની જાહેરાત કરનાર પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલે (નિશાળીયા) પણ ગૃહમંત્રીની મુલાકાત કરવાનું ટાળતા ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ભાજપ કાર્યકરોને સંબોધતા સમયે બળવાખોરો સામે નિશાન સાધ્યું હતું.