અમદાવાદગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Election 2022 ) લઈને તમામ રાજકીય પાર્ટીઓ ફેઝ 1 ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓ મતદારો રીઝવવાના પ્રયાસો કરી રહી છે. આમ આદમી પાર્ટી સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ ETV BHARAT સાથે ખાસ વાતચીત ( Raghav Chadha Interview ) કરી હતી.
પ્રશ્ન કોંગ્રેસનો આરોપ છે કે આમ આદમી પાર્ટી માત્ર જાહેરાત કરી રહી છે.
જવાબ આમ આદમી પાર્ટી પરિવર્તન વાત કરી છે.આમ આદમી પાર્ટી મહોલ્લા કલીનીકની વાત કરી રહી છે. હોસ્પીટલ, શાળા, મફત સારવાર અને વીજળી આપવાની વાત કરી રહી છે. જયારે ભાજપ કોઈ મુદ્દો નથી. ભાજપે એક પણ વચન આપ્યું નથી. તે ભાજપ સાથે બીજી પાર્ટી પણ આમ આદમી પાર્ટીને ગાળો આપી રહી છે. જો તેમને ગાળો દેવાથી મત મળતો હોય તો દેવા દો ગાળો.
પ્રશ્ન ગુજરાત કૉંગ્રેસના પ્રભારી કહેવું છે કે હું કોરા કાગળ પર લખીને આપું કે ગુજરાતનાં આમ આદમી પાર્ટીની એક પણ સીટ નહી આવે