ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ગોંડલથી ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા, લોકોનો કાયમી ભરોસો અમારા પર છે - ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા જાડેજા

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assambly Election 2022 ) માં રાજકોટની ગોંડલ વિધાનસભા બેઠક ( Gondal Assembly Seat ) માટે ગત ટર્મના ચૂંટાયેલા ધારાસભ્ય ગીતાબા જાડેજાને ભાજપે રીપીટ ( Gondal BJP Candidate Gitaba Jadeja ) કર્યાં છે. ઈટીવી સંવાદદાતાએ તેમની રૂબરૂ મુલાકાત કરી હતી જેમાં આ વખતે ગીતાબાની (BJP Women Candidate Gitaba Jadeja) કેવી તૈયારીઓ અને કામગીરીઓ છે તે અંગે વિશેષ વાતચીત કરી હતી.

ગોંડલથી ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા, લોકોનો કાયમી ભરોસો અમારા પર છે
ગોંડલથી ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા, લોકોનો કાયમી ભરોસો અમારા પર છે

By

Published : Nov 24, 2022, 4:42 PM IST

રાજકોટરાજકોટ જિલ્લામાં કુલ આઠ વિધાનસભા આવેલ છે. જેમાં શહેરની ચાર અને જિલ્લાની ચાર બેઠકોનો સમાવેશ થાય છે ત્યારે સૌથી વધુ ચર્ચિત ગોંડલ વિધાનસભા બેઠક ( Gondal Assembly Seat ) કે જેમાં ગોંડલ તાલુકામાં વાત કરીએ તો 80 ઉપરાંત ગામોનો સમાવેશ થાય છે. અહી કુલ મતદારોની છેલ્લી યાદી મુજબ 2,28,438 મતદારો છે. ત્યારે આ વખતે ભાજપે ગત ટર્મના ગીતાબા જાડેજા ( Gondal BJP Candidate Gitaba Jadeja ) ને ફરી ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assambly Election 2022 ) માં રીપીટ કર્યા છે. ત્યારે જુઓ ETV ભારત સાથેની રૂબરૂ મુલાકાતમાં ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા જાડેજાએ ( BJP Women Candidate Gitaba Jadeja ) શું કહ્યું ગીતાબા જાડેજાએ.

અમને ફરી વખત ચૂંટાવવા માટે દરેક મતદાર અને પરિવાર પણ ખાતરી આપે છે

સવાલ પાર્ટી દ્વારા આપને ( Gitaba Jadeja ) ફરી વખત રીપીટ કરવામાં આવ્યા છે ત્યારે કેવો માહોલ છે અને મતદારોનો કેવો મિજાજ છે ?

જવાબમારા પરિવારની આ છઠ્ઠી ટિકીટ છે મને પણ પરિવાર રિપીટ કરી છે એટલે હું પાર્ટીનો હૃદય પૂર્વક આભાર માનું છું. ગોંડલની જનતાએ મને ખૂબ ખૂબ સાથે રહ્યા છે અને સમર્થન આપે છે. અત્યારે અમારામાં વિશ્વાસ મૂકી અને અમને ફરી વખત ચૂંટાવવા માટે દરેક મતદાર અને પરિવાર પણ ખાતરી આપે છે.

સવાલફરી એક વાર પાર્ટી દ્વારા ગોંડલ વિધાનસભા માટે આપની પસંદગી કરવામાં આવી છે. ખાસ કરીને મતદારોનો કયા પ્રકારનો પ્રભાવ છે ?

જવાબ ગત ટર્મમાં મારી સામે અનેક ઉમેદવારો હતાં. છતાં લોકોએ મને 15,000 થી વધુ લીડ આપી છે અને મને બહુ જ સહકાર આપ્યો હતો કારણ કે અને મારા પતિ જે તે વખતે કાયદામાં સપડાયેલ હતા એટલે ભારતીય જનતા પાર્ટી એ મને એક મહિલા તરીકે અમારા ઘરમાં આજે સતત ટિકિટ આપતા હતાં અને અમારા ઉપર ભરોસો મૂક્યો હતો. એવી જ રીતે અમારી ગોંડલના પ્રજાએ એ ભરોસાને સાર્થક કરવા મને સહકાર આપી અને મને ખૂબ જ સમર્થન આપી અને મને વિજય બનાવી હતી. જેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગોંડલની જનતાને વિજય બનાવી હતી અને ફરીવાર પણ હું આગળની જેમ લોકોના દરેક કામ માટે તૈયાર છું.

સવાલગોંડલનું સૌથી મોટું જે કહી શકાય સૌરાષ્ટ્રનું જે અગ્રીમ માર્કેટિંગ યાર્ડ હતું. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ( Gondal Marketing Yard ) ગુજરાતનું નંબર વન માર્કેટિંગ યાર્ડ બન્યું છે. એના વિશે શું કહેશો ? લોકો ખાસ કરીને ખેડૂતોનો ભરોસો ગોંડલ બની ચૂક્યો છે એનું શું કારણ ?

જવાબ સરસ વાત કરી કે ગોંડલનું માર્કેટિંગ યાર્ડ છે એ ગુજરાતમાં નંબર વન છે. સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ આવું માર્કેટિંગ યાર્ડ નથી અને ગોંડલના ખેડૂતોના હેત માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ 1998 થી પ્રયાસો કરી રહી છે. ગોંડલના ખેડૂતોને પ્રથમ તો શાંતિ, સલામતી અને શુરક્ષા ગોંડલ યાર્ડમાં આવ્યા ખેડૂતોને સુરક્ષા પણ પૂરી પાડે છે માર્કેટિંગ યાર્ડમાં વિશ્વાસ છે.

સવાલ મહિલા ઉમેદવાર છો, મહિલાઓ માટે અને ખાસ કરીને ક્ષત્રિય સમાજમાંથી આવો છો, અન્ય મહિલાઓ અને ક્ષત્રિય સમાજ માટે મહિલાઓને ખાસ કરીને શું મેસેજ આપો છો? આપ મહિલાઓ માટે પણ કાયમી માટે સતત સક્રિય રહો છો પરિવાર સાથે સક્રિય રહો છો સાથે રાજકીય જવાબદારી પણ છે એ બાબતે શું કહેશો ?

જવાબતમામ સમાજની મહિલાઓ મારી સાથે જોડાયેલી છે. એટલે મારા માટે તો ગોંડલના બધા મહિલાઓ સમાન છે. ગોંડલની મહિલાઓની અત્યારે વાત કરીએ તો રાત અને દિવસ મારા સમર્થનમાં એક કરી અને મારી સાથે જોડાય છે અને મને ખૂબ મોટું સમર્થન મળે છે. જ્યારે જ્યારે હું પ્રવાસમાં જાઉં છું ત્યારે રોજ ઘણા કિલોમીટરનો પ્રવાસ ચાલે છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિ હોય છે અને દરેક વર્ગની મહિલાઓ મારી સાથે જોડાયેલી હોય છે.

ABOUT THE AUTHOR

...view details