ભાવનગર જિલ્લાની ગારીયાધાર વિધાનસભા બેઠક (Gariyadhar assembly seat)ભાજપનો ગઢ ( BJP stronghold ) માનવામાં આવે છે. ત્યારે 2017 માં ઓછા માર્જિનની જીત બાદ હવે ત્રિપાંખીયા જંગમાં પરિસ્થિતિ શું થશે તેના પર સૌની નજર છે. તેવામાં ETV BHARAT સાથે કેશુભાઈએ બોરડી ગામમાં પ્રચાર ( BJP campaign ) દરમિયાન ખાસ વાતચીત કરી હતી.
કેશુ નાકરાણી સાથે સીધી વાતભાવનગર જિલ્લાની 7 બેઠક ( 7 seat of Bhavnagar district )પર રોમાંચક જંગ થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં પહેલી વખત ત્રિપાંખીયો જંગ થવાનો છે. ત્યારે ETV BHARAT એ 6 વખતથી સતત જીતતા ગારીયાધાર બેઠકના ઉમેદવાર કેશુભાઈ નાકરાણી ( Gariyadhar seat BJP candidate Keshubhai Nakrani ) સાથે સીધી વાત કરવામાં આવી હતી. ગત વર્ષે 2017માં ઓછી માર્જિન બાદ હવે ત્રિપાંખીયા જંગમાં પ્રચાર, મુદ્દા અને આશાઓ શું જાણીએ કેશુભાઈ પાસેથી.
સવાલ તમારે પ્રચારમાં શું ફેરફાર કરવો પડ્યો ત્રિપાંખીયા જંગમાં ?
જવાબ પ્રચારમાં કોઈ ફેરફાર હોય જ નહીં. અમારો એજન્ડા છેં વિકાસના કામો થયાં તે લોકો સુધી પહોંચાડવાના હોય અને લોકો ખુશ છે.
સવાલ આમ આદમી પાર્ટી જે રીતે શિક્ષણને લઈ મારો ચલાવ્યો અને કેજરીવાલ સીસોદિયાએ શાળાઓને લઈ મારો ચલાવ્યો તેની અસર પડશે ?
જવાબ દિલ્હીમાં જે શિક્ષણની વાત કરે છે તે શાળાઓ નવી નથી. કલર કરીને બનાવી છે અને મોહલ્લા કલીનીકના ફોટા જોયા હશે. અમે ગામે ગામ આયુષમાન ભારતના દવાખાના બનાવ્યા છે. ખૂબ સુવિધા સારી છે. 24 24 લાખના બનાવ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા બનાવ્યા છે. ખૂબ સુવિધા સારી છે. શિક્ષણની પણ સારી છે. ગારીયાધારની વાત કરું તો આખા સૌરાષ્ટ્રમાં સાયન્સ કોલેજ એક માત્ર ગારીયાધારમાં છે. 500 રૂપિયા ફી લઈ ભણાવીએ છીએ. અમારા ક્વોલિફાઇડ શિક્ષકો છે પાછા UPSC અને GPSC પાસ કર્યા હોય એટલે આખા જિલ્લાના વિદ્યાર્થીઓ આવતા થયા છે. પછી સૌની યોજના છે. નાના મોટા ચેકડેમ છે. સરકારે 1412 કરોડ ખર્ય્યાં છે. જેનો ફાયદો થયો છે.