અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો 5 ડિસેમ્બરે યોજાવા જઈ રહ્યો છે, જેમાં સમાજવાદી પાર્ટીએ પણ ગુજરાત ચૂંટણી માટે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. (Exclusive Interview with Abu Asim Azmi )ETV ભારત સંવાદદાતા રોશન આરાએ સપા નેતા અબુ અસીમ આઝમી સાથે વિશિષ્ટ વાતચીત કરી હતી.
ETV Bharat / assembly-elections
સમાજવાદી પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે જે ભાજપને ટક્કર આપી શકે છેઃ અબુ અસીમ આઝમી - અબુ અસીમ આઝમી સાથે એક્સક્લુઝિવ મુલાકાત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો 5 ડિસેમ્બરે યોજાવા જઈ રહ્યો છે,(Exclusive Interview with Abu Asim Azmi ) જેમાં સમાજવાદી પાર્ટીએ પણ ગુજરાત ચૂંટણી માટે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ETV ભારત સંવાદદાતા રોશન આરાએ સપા નેતા અબુ અસીમ આઝમી સાથે વિશિષ્ટ વાતચીત કરી હતી.
બહુ મોટી પાર્ટી:અમદાવાદના બાપુ નગર વિધાનસભા ક્ષેત્રમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અલ્તાફ ખાનના સમર્થનમાં જાહેર સભામાં ભાગ લેવા માટે સમાજવાદી પાર્ટીના નેતા અબુ અસીમ આઝમી અમદાવાદ આવ્યા હતા. અબુ અસીમ આઝમીએ કહ્યું કે, સમાજવાદી પાર્ટી એક ધર્મનિરપેક્ષ પાર્ટી છે જેના નેતા મુલાયમ સિંહ યાદવ હતા. અમે ઉત્તર પ્રદેશમાં ભાજપ સાથે સ્પર્ધા કરતી બહુ મોટી પાર્ટી છીએ. અમે સમાજવાદી પાર્ટીને સમગ્ર દેશમાં ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એટલા માટે અમે પણ ગુજરાતમાં આવ્યા છીએ અને અમે પણ સીટ જીતવા પ્રયાસ કરી રહ્યા છીએ. હાલમાં અમે ચાર ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા છે અને આજે હું તેમના પ્રચાર માટે અમદાવાદ આવ્યો છું.
સંપ્રદાયોમાં નફરત:સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના ભાજપના વચન પર અબુ આસીમ આઝમીએ કહ્યું કે, જો ભાજપે વચન આપ્યું હતું કે સમાજના છેલ્લા વ્યક્તિને રોટલી મળશે, દરેકને નોકરી મળશે, જો એવુ થાય તો અમને ખુશી થશે. પરંતુ આ લોકો એવી વાતો અને વચનો જ લાવે છે જે બે સંપ્રદાયોમાં નફરત પેદા કરે છે, જેનાથી મુસ્લિમ અને હિંદુઓમાં સંઘર્ષ થાય છે અને ભાજપ આ જ કરી રહી છે.(Gujarat Assembly Election )