ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં અનેક પ્રકારના અંત સમયે ફેરફાર આવી રહ્યા છે. બે દિવસ પહેલા સુરતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ અચાનક જ પોતાનું ફોર્મ પરત ( Kanchan Jariwala Form Withdrawal case ) ખેંચી લીધું હતું ત્યારે અનેક આક્ષેપ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવ્યા હતાં. ત્યારે આ ઘટનાના પડઘા કેન્દ્રીય ચૂંટણી પંચમાં પણ પડ્યા છે અને તેઓએ તાત્કાલિક ધોરણે રાજ્ય ચૂંટણી પંચ પાસેથી રિપોર્ટ પણ (Election Commission of India Seeks report )મંગાવ્યો છે.
સુરતની ઘટનાના પડઘા દિલ્હીમાં સુરતની ઘટનાની વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં સુરત પૂર્વ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ પહેલા પોતાનું નામાંકન કર્યું હતું અને ત્યારબાદ અંતિમ દિવસે જ પોતાનું ચૂંટણી ફોર્મ hરત ( Kanchan Jariwala Form Withdrawal case ) ખેંચ્યું. જેને લઈને રાજકીય ઘમાસાણ થયું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ આક્ષેપો કર્યા હતા કે તેમના ઉમેદવારનું અપહરણ થયું હતું અને ધમકી આપીને ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે. જ્યારે કંચન જરીવાલાએ પણ નિવેદન આપ્યું હતું કે તેઓ અને તેમના કોઈપણ પરિવારના સભ્યો અપહરણ કરવામાં આવ્યું નથી પરંતુ એક બીકના કારણે તેઓએ ફોર્મ પાછું ખેંચ્યું હતું. ત્યારે આ સમગ્ર બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્ય ચૂંટણી પંચ પાસેથી રિપોર્ટ (Election Commission of India Seeks report )માંગવામાં આવ્યો છે.