વડોદરા: વડોદરા જિલ્લામાં ભાજપ (Bhartiya janta party) દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ વડોદરા જિલ્લાની (Vadodara district) પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક ઉપર ટિકિટ કપાતા નેતાઓમાં નારાજગી જોવા મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડવાની તૈયારી કારતા જ ગૃહ રાજ્યપ્રધાન (Home minister of gujarat Harsh sanghvi) વડોદરા દોળી આવ્યા હતા. વાઘોડિયા બેઠકના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (Current MLA of Waghodia) અને કરજણ-પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્યઓ (BJP MLAs from Karajan-Padra) અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી વાઘોડિયા પહોંચ્યા છે. જ્યાં તેઓએ કાર્યકરો બેઠક યોજી હતી.પરંતુ મધુ શ્રીવાસ્તવ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.
સ્થાનિકોમાં અસંતોષના કારણે ટિકિટ કપાઈ: ભાજપ દ્વારા વડોદરા જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર અપેક્ષીત ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં વાઘોડિયા બેઠક ઉપર સ્થાનિક લોકોના વિરોધને કારણે 7મી ટર્મ ચૂંટણી લડવા માંગતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી અગાઉ જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયેલા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈ આ બેઠક પર બળવાના એંધાણ હતાજ અને તેજ થયું પરંતુ ગૃહ રાજ્યપ્રધાનની હાજરી હોવી કેટલી અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું.