ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

સમુદ્ર વચ્ચે મતદાન, દ્વારકાના અજાડ ટાપુ પર ઉભું કરાયું પોલિંગ બુથ - દ્વારકા

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આવતી કાલે પ્રથમ તબક્કાનું મતદાન(First Phase of voting) યોજાશે. 89 બેઠકો પર 788 ઉમેદવારો વચ્ચે જંગ(battle between 788 candidates on 89 seats) લડાશે. લોકશાહીના આ પર્વમાં(celebration of democracy) કોઈ મતદાતા પોતાના મતથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ વ્યવસ્થા(Arrangements by the Election Commission) કરવામાં આવી છે. ત્યારે દ્વારકાના અજાડ ટાપુ પરના 44 ઉમેદવારો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી સમુદ્રની વચ્ચે જ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

સમુદ્ર વચ્ચે આવેલ ટાપુ પર પણ મતદાન બુથ
સમુદ્ર વચ્ચે આવેલ ટાપુ પર પણ મતદાન બુથ

By

Published : Nov 30, 2022, 10:26 PM IST

દ્વારકા:ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આવતી કાલે પ્રથમ તબક્કાનું મતદાન(First Phase of voting) યોજાશે. 89 બેઠકો પર 788 ઉમેદવારો વચ્ચે જંગ(battle between 788 candidates on 89 seats) લડાશે. 2.39 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. લોકશાહીના આ પર્વમાં(celebration of democracy) કોઈ મતદાતા પોતાના મતથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ વ્યવસ્થા(Arrangements by the Election Commission) કરવામાં આવી છે. ત્યારે દ્વારકાના અજાડ ટાપુ પરના 44 ઉમેદવારો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી સમુદ્રની વચ્ચે જ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

ટાપુ પર મતદાન મથક:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતી કાલે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે. જેને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. ૮૧- ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારના અજાડ ટાપુ કે જ્યાં 43 મતદારો નોંધાયેલા છે. અજાડ ટાપુ પરના ઉમેદવારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી ત્યાં સમુદ્રની વચ્ચે જ ટાપુ પર મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. મતદારોને પોતાનો મત આપી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, બોટ દ્વારા મતદાન મથક ખાતે પોલિંગ સ્ટાફને પહોંચાડવામાં આવ્યો હતો.

બોટ મારફતે પહોંચ્યો પોલિંગ સ્ટાફ: આ મતદાન મથક ખાતે મતદાન સ્ટાફને મોટા આસોટાથી 13 કિલોમીટર દૂર ગડુ વિસ્તારથી બોટ મારફતે અંદાજિત 4.3 નોટીકલ માઈલ દરિયાઈ મુસાફરી કરી મતદાન સ્ટાફને મતદાન સ્થળ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. આ ટાપુ પર 43 મતદારો નોંધાયેલ છે અને તેઓ તમામ પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તંત્ર દ્વારા ખૂબ જ સુંદર કાર્યવાહી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details