ન્યુઝ ડેસ્ક:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે ત્યારે મહિલા ભાગીદારીની વાત કરવી ખુબ જરૂરી બની જતું હોય છે. 1960થી અત્યાર સુધી રાજ્યમાં માત્ર એક મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ (only one woman Chief Minister Anandiben Patel) અને માત્ર એક જ વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય (Assembly Speaker Dr. Nimaben acharya) બની શક્યા છે. વિધાનસભામાં મહિલા સભ્યોની સંખ્યા 10 ટકાથી પણ ઓછી (Legislative Assembly has remained less than 10 percent) રહી છે. અત્યાર સુધી યોજાયેલી 13 ચૂંટણીઓમાં 2307 ધારાસભ્યો ચૂંટાયા હતા, જેમાંથી માત્ર 111 જ મહિલાઓ હતી.
ETV Bharat / assembly-elections
ગુજરાતની રાજનીતિમાં મહિલા પ્રતિનિધિત્વનો ઘટતો ગ્રાફ,10 ટકાથી ઓછું પ્રતિનિધિત્વ
ગુજરાત વિધાનસભાના ઇતિહાસની વાત કરીયે તો મહિલાઓ માટે ઓછી ભાગ્યશાળી રહી છે.1960થી અત્યાર સુધી રાજ્યમાં માત્ર એક મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ (only one woman Chief Minister Anandiben Patel) અને માત્ર એક જ વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય (Assembly Speaker Dr. Nimaben acharya) બની શક્યા છે.
પ્રથમ મહિલા મુખ્યપ્રધાન:મહારાષ્ટ્રમાંથી અલગ થયા બાદ 1 મે, 1960ના રોજ પ્રથમ વખત ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. દરમ્યાન ડૉ. જીવરાજ મહેતા પ્રથમ મુખ્યમંત્રી બન્યા અને કલ્યાણજી મહેતા વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ બન્યા. લગભગ 54 વર્ષ બાદ મે 2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ 22 મે 2014ના રોજ ગુજરાતની કમાન આનંદીબેન પટેલના હાથમાં આવી. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ 6 ઓગસ્ટ 2016 સુધી જ ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી પર રહ્યા અને બાદમાં પાટીદાર અનામત આંદોલનના કારણે તેઓએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
10 ટકાથી ઓછું પ્રતિનિધિત્વ:27 સપ્ટેમ્બર 2021ના રોજ ડૉ. નીમાબેન આચાર્ય રાજ્ય વિધાનસભાના પહેલાં મહિલા અધ્યક્ષ બન્યા હતા. ડૉ.નીમાબેન કોંગ્રેસ છોડીને 2007 પહેલા ભાજપમાં જોડાયા હતા. ડૉ નીમાબેન રાજ્યના પ્રથમ મહિલા વિધાનસભા અધ્યક્ષ બન્યા. 1960થી 2017 સુધીમાં રાજ્યમાં 13 વખત વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી, જેમાં 2307 ધારાસભ્યો ચૂંટાયા છે, જેમાં પુરુષ ધારાસભ્યોની સંખ્યા 2196 છે, જ્યારે મહિલા ધારાસભ્યોની સંખ્યા માત્ર 111 છે.2022ની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત મહિલા ચહેરો, તેઓ ભાજપની સૌથી મજબૂત બેઠક ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે મેદાનમાં ઉતર્યા છે. તેઓ હાઈકાર્ટમાં વકીલ છે અને મહિલા સશક્તિકરણના કાર્ય સાથે જોડાયેલા છે.