ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ડાંગ વિધાનસભા બેઠક પર પ્રથમ ચરણમાં મતદાન પ્રક્રિયાની પૂર્વ તૈયારી પૂર્ણ - મતદાન પ્રક્રિયાની પૂર્વ તૈયારી

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022) માં ડાંગ જિલ્લાની એકમાત્ર બેઠક 173- ડાંગ વિધાનસભા બેઠક( Dang Assembly Seat Voting ) માં 1,93,298 મતદાતાઓ 335 મતદાન મથકો ઉપર પ્રથમ ચરણના મતદાન ( First Phase Poll ) ભાગ લેશે. જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ પોલિંગ ટીમો ( Election staff deployment ) અંતરિયાળ વિસ્તારના મતદાન મથકો ઉપર જવા રવાના થઇ છે.

ડાંગ વિધાનસભા બેઠક પર પ્રથમ ચરણમાં મતદાન પ્રક્રિયાની પૂર્વ તૈયારી પૂર્ણ
ડાંગ વિધાનસભા બેઠક પર પ્રથમ ચરણમાં મતદાન પ્રક્રિયાની પૂર્વ તૈયારી પૂર્ણ

By

Published : Nov 30, 2022, 8:00 PM IST

આહવા ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022) માં ડાંગ વિધાનસભા બેઠક( Dang Assembly Seat Voting ) સાત જેટલા 'સખી મતદાન મથકો' સહિત એક PwD મતદાન મથક, એક મોડલ મતદાન મથક, એક ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, એક યુવા મતદાન મથક પણ કાર્યરત ( Election staff deployment ) કરાયા છે. 15મી ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત 1લી ડિસેમ્બરે યોજાનારા પ્રથમ ચરણના મતદાન ( First Phase Poll ) સાથે, 173 ડાંગ (S.T.) વિધાનસભા મતવિસ્તારની પણ ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે ડાંગ જિલ્લાના સમગ્રતયા ચૂંટણીલક્ષી ચિત્ર ઉપર એક નજર કરી લઈએ.

1,93,298 મતદાતાઓ 335 મતદાન મથકો ઉપર પ્રથમ ચરણના મતદાન ભાગ લેશે

કુલ 335 મતદાન મથકો ગુજરાતના છેવાડે આવેલા સુંદર ડાંગ વિધાનસભા બેઠક ( Dang Assembly Seat Voting ) માં 1લી ડિસેમ્બરે જિલ્લાના કુલ 96 હજાર 387 સ્ત્રી અને 96 હજાર 909 પુરુષ મતદારો સાથે બે અન્ય મતદારો મળીને કુલ 1,93,298 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સવારે 8 થી સાંજના વાગ્યા દરમિયાન યોજાનાર મતદાન માટે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ચૂંટણી તંત્રે કુલ 335 મતદાન મથકો ઊભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં જિલ્લામાં 328 મતદાન મથકો હતા. જેમા આ વખતે 2.13 ટકાનો વધારો થવા પામ્યો છે. દરમિયાન, ઉપરોક્ત મતદારોમાં આ વખતે 41 સેવા મતદારો અને 8680 નવા યુવા મતદારોનો પણ સમાવેશ થયો છે. આ મતદારોમાં 1158 વિકલાંગ મતદારો અને 1757 (80+) વરિષ્ઠ મતદારોને પણ અલગ તારવવામાં આવ્યા છે.

50 ટકા મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગજિલ્લાના કુલ 311 ગામોમાં 322 સ્થળોએ ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભા કરાયેલા 335 મતદાન મથકોમાંથી 50 ટકા મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ પણ થશે. ચૂંટણી પંચ દ્વારા મળેલી માર્ગદર્શિકા મુજબ જિલ્લામાં એક પીડબલ્યુડી મતદાન મથક, એક મોડેલ મતદાન મથક, એક ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, એક યુવા મતદાન મથક સહિત સાત 'સખી મતદાન મથકો' કાર્યરત કરવામાં આવ્યા છે. થીમ આધારિત વ્યવસ્થા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનુ વ્યવસ્થિત સંચાલન કરી શકાય તે માટે આહવાની કોલેજ ખાતે ડીસ્પેચ અને રીસિવિંગ સેન્ટર ઊભું કરાયું છે. જ્યાંથી જુદા જુદા મતદાન મથકો ઉપર પોલીંગ માટેની ટીમ રવાના કરવામા આવી છે.

મતદાન પ્રક્રિયા માટેની ટીમ 70 ઝોનલ/સેક્ટર ઓફિસર જેમાં 25 નોડલ ઓફિસર, 335 પ્રિસાઇડિંગ ઓફિસર, 335 ફર્સ્ટ પોલિંગ અને 335 સેકન્ડ પોલિંગ ઓફિસર, 30 થર્ડ પોલિંગ ઓફિસર, 335 મહિલા પોલિંગ ઓફિસર, 335 પટાવાળા, 84 રિઝર્વ પ્રિસાઇડિંગ ઓફિસર, 100 જેટલા અન્ય રિઝર્વ કર્મચારીઓનો સમાવેશ થાય છે. 335 મહિલા પોલિંગ ઓફિસર, 335 પટાવાળા, 84 રિઝર્વ પ્રિસાઇડિંગ ઓફિસર, અન્ય સો જેટલા રિઝર્વ કર્મચારીઓ, 18 માસ્ટર ટ્રેનર્સ, 25 માઇક્રો ઓબ્ઝર્વર, 7 ડેટા એન્ટ્રી ઓપરેટર્સ, બે હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો, 4 CRPF કંપનીના જવાનો ન્યાયી અને ભયમુક્ત વાતાવરણની ખાતરી કરશે. અંદાજે 400થી વધુ નાનામોટા વાહનો પણ ચૂંટણી કામગીરી મા ( Dang Assembly Seat Voting ) ટે ઉપયોગમાં લેવાશે.

ચૂંટણી અધિકારીઓની ટીમ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, સહિત જનરલ ઓબ્ઝર્વર તન્મય ચક્રવર્તિ, ખર્ચ માટેના ઓબ્ઝર્વર અતુલકુમાર પાંડે, પોલીસ ઓબ્ઝર્વર ગિરિજા શંકર જયસ્વાલ, જિલ્લાના ખર્ચ નોડલ ઓફિસર ડો. વિપીન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નિવાસી અધિક કલેક્ટર પદ્મરાજ ગાવિત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.ડી.ચૌધરી, પ્રાંત અધિકારી રાજેન્દ્રસિંહ ચૌહાણ અને ચૂંટણી મામલતદાર મેહુલ ભરવાડ તથા તેમની સમગ્ર ટીમ માર્ગદર્શિત ( Dang Assembly Seat Voting ) કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details