ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ડભોઇ કોંગ્રેસના 500 કાર્યકરોએ કેસરિયાં કર્યાં, ડભોઇના મોભી તરીકે ભાજપ ધારાસભ્યે આપી ખાતરી - ડભોઇના મોભી

ડભોઇ વિધાનસભા બેઠક ( Dabhoi Assembly Seat ) પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરે એ પહેલાં ડભોઇ કોંગ્રેસના 500 કાર્યકરોએ ભાજપ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ( BJP MLA Shailesh Mehta )ના હાથે કેસરિયો ( Dabhoi Congress Workers Joins BJP ) ધારણ કર્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે (Gujarat Assembly Election 2022 ) આ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર થાય તે પૂર્વે આવા દ્રશ્ય સર્જાતાં ભાજપ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયાં છે.

ડભોઇ કોંગ્રેસના 500 કાર્યકરોએ કેસરિયાં કર્યાં, ડભોઇના મોભી તરીકે ભાજપ ધારાસભ્યે આપી ખાતરી
ડભોઇ કોંગ્રેસના 500 કાર્યકરોએ કેસરિયાં કર્યાં, ડભોઇના મોભી તરીકે ભાજપ ધારાસભ્યે આપી ખાતરી

By

Published : Nov 12, 2022, 3:51 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

વડોદરા ડભોઇ વિધાનસભા બેઠક ( Dabhoi Assembly Seat )ના કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય તે પૂર્વે જ કોંગ્રેસમાં ગાબડું પાડ્યું છે. આજે ડભોઇ કોંગ્રેસનો છેડો ફાડી 500 કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં. ભાજપના ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ( BJP MLA Shailesh Mehta )ના હાથે કેસરિયો ( Dabhoi Congress Workers Joins BJP ) ધારણ કર્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) માટે આ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા હજુ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી ત્યારે ઉમેદવારનું નામ જાહેર થાય તે પૂર્વ આ પ્રકારે કાર્યકર્તાઓ કોંગ્રેસનો છેડો ફાડી જઇ રહ્યા છે ત્યારે ભાજપ માટે જીતની વધુ દાવેદારી વધુ મજબૂત થઈ રહી છે.

કોંગ્રેસ ઉમેદવાર જાહેર થાય તે પૂર્વે આવા દ્રશ્ય સર્જાતાં ભાજપ કાર્યકરો ઉત્સાહમાં

લાબાં સમયની નારાજગીનો ઉકેલ ન લવાયોઆ બેઠક ( Dabhoi Assembly Seat )પર કોંગ્રેસ ઉમેદવાર તરીકે બાલકૃષ્ણ પટેલ ઢોલરનું નામ ચાલી રહ્યું છે. પક્ષથી નારાજ થઈ શનોર ગામના પૂર્વ સરપંચ રાકેશસિંહ ઉદેસિંહ અંબાલિયા માજી કારોબારી ચેરમેન ભાજપમાં જોડાયા હતા. આ કાર્યકરોમાં રજપૂત, ક્ષત્રિય, ઠાકોર સમાજના આગેવાનોને સાથે રાખી ભાજપમાં જોડાયા હતા. મંડાળાના ઉમેશભાઈ પટેલ એ.પી.એ.સી.ડિરેકટર અને પૂર્વ સરપંચ ભાજપમાં આવ્યા જોડાયા છે. સાથે પૂનમભાઈ ઠાકોર અંગૂઠણ તેમજ કેયૂરભાઈ કે ઠાકોર પૂર્વ યુવા પ્રમુખે કેસરિયો ધારણ કર્યો હતો. આ બેઠક પરના ધારાસભ્ય અને ઉમેદવાર શૈલેષ મહેતા (સોટ્ટા)ની ઉપસ્થિતમાં તમામ કાર્યકરોને ભાજપમાં પ્રવેશ ( Dabhoi Congress Workers Joins BJP ) આપવામાં આવ્યો હતો.

ભાજપમાં મળ્યો સન્માનભર્યો આવકારશૈલેષ મહેતા ( BJP MLA Shailesh Mehta )એ જણાવ્યું કે આજ રોજ કોંગ્રેસ પક્ષના ડભોઇના આગેવાન જેવો ડભોઇ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પણ હતા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ પણ રહેલા છે એવા રાકેશ આંબલીયા સાથેજ મંડાળાના ઉમેશ પટેલ કૂકરના કેયૂર ઠાકોર અગૂઠાનના પૂનમ ઠાકોર ધાનોરના યુવરાજસિંહ આ તમામ આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. આપ સહુ જાણો છો કે એમની કામગિરી કોંગ્રેસ પક્ષમાં હોવા છતાં પ્રજાલક્ષી હતી. આ તમામ મિત્રો ભારતીય જનતા પક્ષમાં ડભોઇ ખાતે જોડાયા છે. હું તમામને આવકારું છુ અભિનંદન આપું છું. જયારે ભારતીય જનતા પક્ષના પરિવારમાં જોડાતા ( Dabhoi Congress Workers Joins BJP ) હોય ડભોઇના મોભી તરીકે હું તમામને ખાતરી પણ આપું છું એમનું માન સમાન જળવાશે. આજે જિલ્લા પંચાયતના સભ્ય ચાંદોદના કનુ ભગત જિલ્લા સમિતિના ચેરમેન અશ્વિન વકીલ અને ડભોઇ તાલુકાના પ્રમુખ દિનશા પટેલ મહામંત્રી હિતેશ પટેલ આ તમામની હાજરીમાં આજે તમામ મિત્રો ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે અને એમની પાછળ સેંકડોની સંખ્યામાં કાર્યકરોનું પીઠબળ છે. આગામી દિવસોમાં આ તમામ ભારતીય જનતા પક્ષમાં જોડાશે અને ડભોઇ વિધાનસભા બેઠક ( Dabhoi Assembly Seat ) જંગી બહુમતીથી જીતશે એમાં એમનો સહયોગ રહેશે એવી એમને ખાત્રી પણ આપું છું.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details