ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

કરોડપતિ મુરતિયાઓ: BJP ના 60 અને કોંગ્રેસના 35થી વધુ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) બસ થોડા જ દિવસો બાકી રહ્યા છે. તે પહેલા 89 બેઠકોના પહેલા તબક્કાના ઉમેદવારી પત્રો ભરાઇ ગયા છે. અને જેમાં 60 જેવા ઉમેદવારો પાસે 10 કરોડથી વધારેની (crorepati candidates Gujarat) સંપતિ નોંધાઇ છે. ત્યારે જાણો કોની પાસે છે કેટલી મિલકત? અને કોણ છે સંપત્તિમાં અવ્વલ નંબર? કોની વધી સંપત્તિ? નાના મુરતિયાઓથી લઇને મોટા નેતાઓ સુધી કોની છે કેટલી મિલકત જાણો અમારા આ ખાસ અહેવાલમાં.

કરોડપતિ મુરતિયાઓ: BJP ના 60 અને કોંગ્રેસના 35થી વધુ
કરોડપતિ મુરતિયાઓ: BJP ના 60 અને કોંગ્રેસના 35થી વધુ

By

Published : Nov 16, 2022, 6:56 PM IST

Updated : Nov 16, 2022, 7:42 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) આડે હવે ગણતરીના દિવસોબાકી રહ્યા છે. મોટા ભાગના ઉમેદવારોઓએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી (Assembly elections) પહેલા તબક્કાની ઉમેદવારી પત્રો ભરાવવાનો સમય હવે પુર્ણ થઇ ગયો છે. 89 બેઠકોના ઉમેદવારીપત્રો ભરાઇ ગયા છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ 89 બેઠકો માંથી 60થી ભાજપના ઉમેદવારો તો કરોડપતિની (crorepati candidates Gujarat) યાદીમાં સમાવેશ કરવામાં આવ્યા છે. તો કોંગ્રેસની વાત કરવામાં આવે તો 35થી વધુ આ લીસ્ટમાં (crorepati candidates bjp) સમાવેશ થયા છે. અને આમ આદમી પાર્ટીના 7 જેવા ઉમેદવાર કરોડપતી છે. તેવી માહિતી તેમણે રજૂ કરાયેલા સોગંદનામા કબુલવામાં આવ્યું છે.

સૌથી વધુ ધનવાનસૌથી વધુ કરોડપતિ કોંગ્રેસમાંથી (crorepati candidates congress) વાત કરવામાં આવે તો ઈન્દ્રનીલ રાજ્યુગુરૂ છે. તેમની સંપત્તિ રુપિયા 159.84 કરોડની હોવાનું સામે આવ્યું છે. બીજા નંબરની વાત કરવામાં આવે તો દ્વારકા બેઠકના ભાજપના પબુભા માણેક છે. તેમની કુલ સંપતિ રુપિયા રૂ.115.58 કરોડ હોવાનું સામે આવ્યું છે. વધુ સંપત્તિ ધરાવતા ઉમેદવારોમાં ભાજપના ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાજપના 7 ઉમેદવારો પાસે રૂપિયા 30 કરોડથી વધુ સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. આપના બે ઉમેદવાર એવા છે કે જેમની પાસે રુપિયા 8 કરોડથી પણ વધુની સંપત્તિ છે. પરંતુ એક વાત નોટ કરવા જેવી છે કે આ કરોડપતિ ઉમેદવારોના લીસ્ટમાં સૌથી વધારે ભાજપના ઉમેદવારોનો સમાવેશ થાય છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવી જે સૌથી સૌથી નાની ઉંમરના ગૃહપ્રધાન છે. પરંતુ તેમની સંપત્તિ નાની ઉંમરમાં જ કરોડોમાં થઇ ગઇ છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવીની સંપત્તિમાં 17 ગણો વધારો થયો છે. વર્ષ-2017માં તેમની સંપત્તિ રુપિયા 1.77 કરોડ નોંધાઇ હતી. જે પછી હવે તે વધીને આજના વર્ષમાં રુપિયા 17.14 કરોડએ પહોંચી હતી.

ભાજપના કયાં ઉમેદવારો કરોડપતિસૌથી પહેલા ભાજપના ઉમેદવારની (BJP Candidate) વાત કરવામાં આવે તો પબુભા માણેક આવે છે અને તેઓ દ્વારકાથી આવે છે. તેમની સંપત્તિ રુપિયા 115.58 કરોડ છે.બીજા નંબર પર અમરેલીમાં આવેલા રાજુલાના હિરા સોલંકી આવે છે તેમની સંપત્તિ રુપિયા 53.50 કરોડ નોંધાઇ છે. ત્યાર બાદ ત્રીજા નંબર પરથીર ભાવનગરના ગામડા વિસ્તારમાંથી આવતા પરશોત્તમ સોલંકી છે જેમની સંપત્તિ રુપિયા 53.39 કરોડ છે. સુરત ઉત્તરની વાત કરવામાં આવે તો કાંતિ બલર કે જેઓની પાલે 52.14 કરોડ રુપિયાની સંપત્તિ છે. જામનગરમાંથી રીવાબા જાડેજા રુપિયા 35.62 કરોડ છે. ત્યાર બાદ જેતપુરમાંથી જયેશ રાદડિયા કે જેમની પાસે રુપિયા 33.10 કરોડ છે. કામરેજમાંથી આવતા પ્રફુલ પાનસેરિયા કે જેમની સંપત્તિ રુપિયા 32.05 છે. વાગરામાંથી અરૂણસિંહ રાણા કે જેમની સંપત્તિ 26.81 રુપિયા કરોડ છે. બાબુ બોખરીયા કે જેઓ પોરબંદરથી આવે છે તેમની સંપત્તિ રુપિયા 21 કરોડની છે. ત્યાર બાદ આવે છે રમેશ મિસ્ત્રી કે જેઓ ભરૂચથી આવે છે જેમની 18.16 કરોડ રુપિયા સંપત્તિ છે. હર્ષ સંઘવી જેમની સંપત્તિ 17.14 કરોડ રુપિયા થઇ છે. પ્રકાશ વરમોરા કે જેઓની સંપત્તિ રુપિયા 16.96 કરોડ છે. ઉદય કાનગડ જેમની સંપત્તિ રુપિયા 13.08 છે. ત્યાર પછી આવે છે ભગવાનજી બારડ જેમની સંપત્તિ રુપિયા 12.47 કરોડ છે.કાંતિલાલ અમૃતિયા કે જેઓ મોરબીથી છે તેમની સંપત્તિ રુપિયા 12.11 કરોડની છે. જવાહર ચાવડા કે જેઓ માણાવદરથી આવે છે તેમની સંપત્તિ રુપિયા 11.98 કરોડ છે. છેલ્લા ભાજપના ઉમેદવાર આવે છે વીસાવદરના હર્ષદ રીબડીયા જેમની સંપત્તિ રુપિયા 10.81 કરોડ છે.

કરોડપતિ મુરતિયાઓ ભાજપના

કોંગ્રેસના કયાં ઉમેદવારો કરોડપતિસૌથી પહેલા નંબર પર કોંગ્રેસની 10 કરોડની સંપત્તિની યાદીમાં ઈન્દ્રનીલ રાજ્યુગુરૂ આવે છે જેઓ કોંગ્રેસના કદાવર નેતા ગણવામાં આવે છે. તેમની સંપત્તિ રુપિયા159.84 નોંધાઇ છે. રાપરથી ભચુભાઇ આરઠીયા જેમની સંપત્તિ રુપિયા 98.48 કરોડ નોંધાઇ છે. મુળુભા કંડોરીયા રુપિયા 85.41 કરોડની સંપત્તિ નોંધાઇ છે. ત્યાર બાદ અમરેલીમાંથી આવતા સાવરકુંડલાના પ્રતાપ દુધાતનું નામ આવે છે. જેમની સંપત્તિ રુપિયા 18.93 કરોડ છે. ત્યાર બાદ લાઠીના વીરજી ઠુંમ્મરનું નામ આવે છે. 11.37 જેમની સંપત્તિ છે. રાજુલાના અંબરીશ ડેર જેમની સંપત્તિ રુપિયા 11.16 કરોડની છે. આમ અમરેલીમાંથી 3 નેતાઓ કોંગ્રેસના એવા છે જેમની સંપત્તિ રુપિયા 10 કરોડથી વધારે છે. ત્યાર બાદ આવે છે દસાડાના નૌશાદ સૌલંકી જેમની રુપિયા 10.84 કરોડ સંપત્તિ છે. ટંકારામાંથી આવાતા લલિત કગથરા જેમની રુપિયા 8.57 કરોડ સંપત્તિ નોંધાઇ છે.

કરોડપતિ મુરતિયાઓ કોંગ્રેસના

આમ આદમી પાર્ટીના કરોડપતિ ઉમેદવારોજેમાં સૌથી પહેલા (crorepati candidates aap) મોખરે આવે છે પ્રકાશ કોન્ટ્રાક્ટર જેમની રુપિયા 13.21 કરોડની સંપત્તિ છે. પછી આવે છે જીણાભાઇ ખેની કે જેઓ પાલીતાણાથી આવે છે તેમની પાસે રુપિયા 8.90 કરોડ છે. અને તે પછી રામ ધડૂક આવે છે કે જેમની સંપત્તિ 1.01 કરોડ રુપિયા છે. ત્યાર બાદ મનોજ સોરઠીયા આવે છે જેમની સંપત્તિ 1.86 કરોડ છે. ત્યાર બાદ લાભુબેન ચૌહાણ આવે છે જેમની સંપત્તિ રુપિયા 1.80 કરોડની છે. હમીર રાઠોડ આવે છે જેમની સંપત્તિ 2.20 કરોડ રુપિયા છે. અને આમ આદમી પાર્ટીનો મુખ્યપ્રધાનનો ચહેરો એવા ઈશુદાન ગઢવી જેમની સંપત્તિ રુપિયા 1.10 કરોડ છે.

કરોડપતિ મુરતિયાઓ આપના

કરોડપતિ મોટા મુરતિયાઓPM મોદીની મિલકતની વાત કરવામાં આવે તો 2021-22 માં રૂપિયા 26.13 લાખ થઇ છે, આ માહિતી પીએમઓએ વેબસાઇટ પરથી આપવામાં આવી હતી. છેલ્લે 2021ના માર્ચ મહિનામાં સંપત્તિ 1,97,68,885 રૂપિયાની માહિતી આપવામાં આવી હતી.જે 31 માર્ચ 2022 સુધીમાં રુપિયા 2,23,82,504એ થઇ ગઇ છે. રાજનાથ સિંહની સંપત્તિની વાત કરવામાં આવે તો રૂપિયા 2.24 કરોડ હતી જે વધીને રૂપિયા. 2.54 કરોડ થઇ છે. રાહુલ ગાંધીની સંપતિ આજથી 2013-14માં આંકડા અનૂસાર તેમણે કુલ સંપતિ 9.40 કરોડ રૂપિયા નોંધાવી હતી.કેજરીવાલની વાત કરવામાં આવે તો વર્ષ 2015ના ચૂંટણી સોગંદનામા જણાવ્યા અનૂસાર રુપિયા 2 કરોડ 9 લાખ 85 હજાર 336 રૂપિયા હતી. જે હવે 2020માં વધીને રુપિયા 3 કરોડ 40 લાખ રૂપિયા થઈ ગઈ હતી.

Last Updated : Nov 16, 2022, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details