ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ગ્યાસુદ્દીન શેખ સામે માધુપુરા પોલીસ સ્ટેશનમાં કઇ બાબતે નોંધાયો ગુનો, ચૂંટણી પંચ લાલઘૂમ કેમ થયું જાણો - દરિયાપુર વિધાનસભા મત વિસ્તાર

અમદાવાદ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ( Crime Registered against MLA Gyasuddin Sheikh )સામે ચૂંટણીલક્ષી પત્રિકાઓ ગુનો નોંધાવામાં આવ્યો છે. તેમણે ( MLA Gyasuddin Sheikh ) વિધાનસભા ચૂંટણી પ્રચારને લગતી પત્રિકાઓ છપાવી હતી તેમાં મતદાનનો સમય ખોટો અને મુદ્રકની વિગત પત્રિકામાં ન છાપવા બદલ ગુનો ( Case of Wrong Details in Election Pamphlet ) નોંધવામાં આવ્યો છે.

ગ્યાસુદ્દીન શેખ સામે માધુપુરા પોલીસ સ્ટેશનમાં કઇ બાબતે નોંધાયો ગુનો, ચૂંટણી પંચ લાલઘૂમ કેમ થયું જાણો
ગ્યાસુદ્દીન શેખ સામે માધુપુરા પોલીસ સ્ટેશનમાં કઇ બાબતે નોંધાયો ગુનો, ચૂંટણી પંચ લાલઘૂમ કેમ થયું જાણો

By

Published : Nov 29, 2022, 4:42 PM IST

અમદાવાદ આ બાબતે મળી રહેલી માહિતી મુજબ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ( Crime Registered against MLA Gyasuddin Sheikh ) ની ચૂંટણીલક્ષી પત્રિકાઓનો મામલો પોલીસ મથકે પહોચ્યો. ગ્યાસુદ્દીન શેખના ( MLA Gyasuddin Sheikh )નામની જે ચૂંટણી પત્રિકાઓ તેમની વિધાનસભા હદ વિસ્તારમાં વહેચાઇ હતી, તેમાં નિયમો વિરૂધ્ધની અનેક ભૂલો સામે આવી હતી. જેને લઇને તેઓએ ચૂંટણી પંચમાં થયેલી ફરિયાદમાં જવાબ પણ લખાવ્યો હતો. જે પત્રિકાઓમાં મુદ્રકનું નામ સરનામું, પત્રિકાની સંખ્યા દર્શાવી નહોતી, તો સાથે મતદારોને ઇરાદાપૂર્વક મતદાન ઓછું થાય તેવા ઇરાદા ( Case of Wrong Details in Election Pamphlet ) સાથે મતદાનનો સમય 8થી 6 દર્શાવેલ હતો.

પ્રચાર પત્રિકાઓમાં મતદાનનો સમય ખોટો અને મુદ્રકની વિગત પત્રિકામાં ન છાપવા બદલ ગુનો નોંધાયો

ગ્યાસુદ્દીને આપી સ્પષ્ટતા આ બાબતે ગ્યાસુદ્દીન શેખ દ્વારા સ્પષ્ટતા અપાઇ હતી કે પત્રિકાઓ તેમના કાર્યકરો દ્વારા ચૂંટણી કમિશનના નિયમોની જાણકારી વિના શરતચૂકથી છપાઇ હતી. જે જવાબમાં કેટલાક લોકોની ભૂલ હોવાનું સામે આવતા હવે આ મામલે ચૂંટણી પંચ દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશનમાં ( Ahmedabad Police ) ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ મામલે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી ચિરાગ મુદ્રકના પ્રકાશક તથા ગ્યાસુદ્દીન શેખ દ્વારા જે ઇન્કવાયરીનો જવાબ લખાવ્યો હતો તેની તપાસમાં જે લોકો સામે આવશે તેમની સામે કાર્યવાહી ( Crime Registered against MLA Gyasuddin Sheikh ) કરાશે.

મતદારોને ભ્રમિત કરી શકે ખોટી માહિતી દરિયાપુર વિધાનસભા મત વિસ્તાર અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. દરિયાપુર વિધાનસભા બેઠકમાં કુલ 1.69 લાખથી વધુ મતદારો હોવાનું કહેવાય છે. જેમાં સૌથી વધુ મતદારો મુસ્લિમ છે. ત્યાર બાદ દલિત, ઠાકોર, લેઉઆ પટેલ, કડવા પટેલ, જૈન, બ્રાહ્મણ અને ક્ષત્રિયનો ક્રમ આવે છે. 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં દરિયાપુર વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 50.00 નોંધાઈ હતી અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર શેખ ગ્યાસુદ્દીન હબીબુદ્દીન શેખે ( MLA Gyasuddin Sheikh ) ભારતીય જનતા પાર્ટીના ભરત બારોટને હરાવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details