અમદાવાદ: ગુજરાતના વિધાનસભાની ચૂંટણીના (Gujarat assembly election 2022) મતદાન પહેલા જ ફરીથી કોંગ્રેસમાં ભંગાણ થયું છે. સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના મોટા મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસમાંથી એક સાથે 25 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે.પાટીદાર આંદોલન (patidar anamat andolan) સમયથી જ હાર્દિક પટેલની સાથે રહેલા (hardik patel BJP) તેમના ખાસ સાટીદાર બ્રિજેશ પટેલે પણ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી (General Secretary of Gujarat Youth Congress) પદેથી રાજીનામું આપી દીધું છે.મહત્વનું છે એક સમયે હાર્દિક પટેલના સમર્થક રહેલા જયેશ પટેલ સહિત 25 લોકોએ કોંગ્રેસમાંથી રાજીનામાં (resigned from the Congress) આપી દીધા છે.
ETV Bharat / assembly-elections
ગુજરાત કોંગ્રેસ જૂથમાં ભંગાણ, એક સાથે 25થી વધુ લોકોના પડ્યા રાજીનામા - પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી
ગુજરાતના વિધાનસભાની ચૂંટણીના (Gujarat assembly election 2022) મતદાન પહેલા જ ફરીથી કોંગ્રેસમાં ભંગાણ થયું છે. સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના મોટા મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ભડકો થયો છે.કોંગ્રેસમાંથી એક સાથે 25 હોદ્દેદારોએ રાજીનામાં (resigned from the Congress) આપ્યા છે.જયેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પક્ષના મહુડી મંડળ દ્વારા પોતાના લોકોને આગળ લાવી સક્ષમ કાર્યકરોને સતત અવગણના કરવાની દોડ ચાલી રહ્યો છે.
કોંગ્રેસ પર આક્ષેપ:જયેશ પટેલે જણાવ્યું હતું કે હું છેલ્લા 18 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલો છું કોંગ્રેસે મને NSUI,યુથ કોંગ્રેસ કે મેજર કોંગ્રેસમાં જે પણ જવાબદારી આપી તે પૂરી નિષ્ઠાપૂર્વક મેં નિભાવી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી પક્ષના મહુદીમડળ દ્વારા પોતાના લોકોને આગળ લાવી સક્ષમ કાર્યકરોને સતત અવગણના કરવાની દોડ ચાલી રહ્યો છે. તેમાં ગુજરાત કોંગ્રેસના હજારો કાર્યકરોએ ઘણા સમયમાં રાજીનામાં આપ્યા છે. અને બીજા પક્ષનું સહારો લઈને પોતાની કામગીરી શરૂ કરી છે.એવામાં આજે જ્યારે ગુજરાત કોંગ્રેસ પોતાના કાર્યકરોને સાચવવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે ગુજરાતની 6.30 કરોડ જનતાનું હિત કેવી રીતે વિચારશે તે ખૂબ જ મોટો સવાલ છે.
જયેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હું મારી લોકસેવાની પ્રવૃત્તિ શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરવાની પદ્ધતિ અવિરત પણે ચાલુ રાખવાના હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદ પદેથી રાજીનામું આપું છું. આવનારા દિવસોમાં જે પણ શિક્ષણના પ્રવૃત્તિ અને ગુજરાતના યુવાનોના હિત માટેની પ્રવૃત્તિ હશે સતત સક્રિય રહીને મારી ભૂમિકા અદા કરીશ.