રાજકોટ હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ની સાથે લગ્નગાળો પણ શરૂ થઈ ગયો છે. ત્યારે રાજકોટમાં ક્રિષ્ના યુવા ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન ( Mass wedding in Rajkot ) કરવામાં આવ્યું હતું. જેમાં આઠ જેટલા દંપતિઓએ ચૂંટણીમાં મતદાન કરવાનો સંકલ્પ ( Couples decided to vote ) કર્યો હતો. તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી. જ્યારે સમૂહ લગ્નમાં આ પ્રકારે મતદાન જાગૃતિ ( Voting awareness ) અંગેની પહેલ સામે આવતા તે ચર્ચાનો વિષય બની હતી.
મતદાન કરવા અપીલઆ સમૂહ લગ્નનું આયોજન રાજકોટના પૂર્વ કોર્પોરેટર એવા વિજય વાંક દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રકારે દંપતિઓએ મતદાન કરવાના સંકલ્પ ( Couples decided to vote ) કર્યા હતા. જ્યારે અન્ય લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ કરી હતી.