ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

શક્તિસિંહ ગોહિલના ભાજપ પર પ્રહાર, કોરોના વેક્સિનેશનના આંકડાને લઈને ભાજપનું ચિત્ર સ્પષ્ટ કર્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022 ) માટે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ ( Congress MP Shaktisinh Gohil ) અમદાવાદમાં મીડિયા સાથે કોરોના વેક્સિનેશન ( Corona Vaccination )ને લઇને કેટલીક બાબત રજૂ કરી હતી. તેમણે એક ડોક્યુમેન્ટ દર્શાવ્યું હતું અને કહ્યું કે અમારી પાસે કેટલાક એવા આંકડા છે કે જે ભાજપનું ચિત્ર સ્પષ્ટ ( Allegation on BJP ) કરે છે.

શક્તિસિંહ ગોહિલના ભાજપ પર પ્રહાર, કોરોના વેક્સિનેશનના આંકડાને લઈને ભાજપનું ચિત્ર સ્પષ્ટ કર્યું
શક્તિસિંહ ગોહિલના ભાજપ પર પ્રહાર, કોરોના વેક્સિનેશનના આંકડાને લઈને ભાજપનું ચિત્ર સ્પષ્ટ કર્યું

By

Published : Nov 25, 2022, 10:03 PM IST

અમદાવાદકોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે ( Congress MP Shaktisinh Gohil ) કોરોના વેક્સિનના ( Corona Vaccination ) આંકડાને લઈને અમુક બાબતો સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે ( Allegation on BJP ) ભાજપવાળા એમ કહી રહ્યા છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે. ભાજપના લોકો એવું કહી રહ્યા છે કે અમે બધા લોકોને મફત અને રેકોર્ડ બ્રેક વેક્સિન આપી છે. પરંતુ અમારી પાસે કેટલાક એવા આંકડા છે કે જે ભાજપનું ચિત્ર સ્પષ્ટ કરે છે. તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022 ) માટે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે હતાં.

જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો પરંતુ ભાજપે ભયમુક્ત ભ્રષ્ટાચાર કર્યો

બધાના જ ફોન નંબર સરખા કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે ( Congress MP Shaktisinh Gohil ) જણાવ્યું કે આ જે ડોક્યુમેન્ટ છે તેમાં બધાના મોબાઈલ નંબર સરખા છે. આ ડોક્યુમેન્ટમાં બધા પ્રાથમિક આરોગ્યના નામ બદલાણા છે પરંતુ તેને કંઈ લેવાદેવા નથી. બધાના જ ફોન નંબર સરખા છે. આ એક પણ નંબર લાગતા નથી.

ખોટા આંકડા છપાવી દીધા કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે ( Congress MP Shaktisinh Gohil ) જણાવ્યું કે આ ડોક્યુમેન્ટ એવું કહી રહ્યું છે કે આ બધા લોકોએ વેક્સિન લઈ લીધી છે. પરંતુ આ બધા જ નામો ફ્રોડ છે બધા નંબર પણ ફ્રોડ છે. અમે કાર્યકર્તાઓને ઘરે જઈને તપાસ કરાવી હતી કે તમે લોકોએ વેક્સિન લીધી છે કે નહીં. તો માલુમ પડ્યું હતું કે આમાંથી કોઈ પણ લોકોએ વેક્સિન લીધી નથી. માત્ર નામ અને નંબર વધારવા માટે ખોટા આંકડા છપાવી દીધા છે અને આખા દેશમાં કહે છે કે અમે( Allegation on BJP ) રેકોર્ડ બ્રેક વેક્સિન આપી છે.

ભરોસાની ભેંસના સ્લોગન માત્ર હોર્ડિંગ્સ ઉપર શક્તિસિંહે ( Shaktisinh Gohil ) વધુમાં જણાવ્યું હતું કે જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો પરંતુ ભાજપે ભયમુક્ત ભ્રષ્ટાચાર કર્યો. ભરોસાની ભેંસના સ્લોગન( Allegation on BJP ) માત્ર હોર્ડિંગ્સ ઉપર છે. ગુજરાતના લોકોએ સારો વહીવટ કરવા માટે જે ભેંસને ખૂબ ઘાસ ખવડાવ્યું, માવજત કરી અને આ ભરોસાની ભેંસે પાડી આપવાના બદલે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો પાડો આપ્યો કે જેને ખેતીના કામમાં ન જોતરી શકાય, ના વેચી શકાય કે ન ગાડે જોડી શકાય.

કોંગ્રેસ રાજનીતિ નથી કરતી કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે ( Congress MP Shaktisinh Gohil ) જણાવ્યું કે ગુજરાતની કેનાલોનું 100 ટકા માટીકામ અને 85 ટકા કોંકરીટનું કામ કોંગ્રેસની સરકારે કર્યું હતું. પરંતુ જે પ્રમાણે ભાજપ ( Allegation on BJP ) નર્મદા યોજનાનો ખોટો શ્રેય લઈ રહ્યું છે એ રીતે કદી કોંગ્રેસ રાજનીતિ નથી કરતી. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ નર્મદા યોજનાને લગતો કોઈપણ કાર્યક્રમ હોય તો વિરોધ પક્ષને આમંત્રણ આપવામાં આવતો હતો અને હેલીકોપ્ટરમાં બેસાડીને લઈ જતાં. કોંગ્રેસ કહે છે કે નર્મદા યોજના એ ગુજરાતની જનતાના અથાગ પરિશ્રમ અને સમર્પણનું પ્રતીક છે.

સીટિંગ જજ દ્વારા તપાસ કરવામાં આવે શક્તિસિંહ ગોહિલે ( Shaktisinh Gohil ) જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ માગણી કરે છે કે, આ વેક્સિનેશન કૌભાંડની હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ દ્વારા તપાસ કરવામાં આવે અને ગુજરાત અને દેશના દરેક લોકો પોતાનું વેક્સિનેશન ( Corona Vaccination ) ક્યારે થયું છે. તે ડેટા ઓનલાઈન જોઈ શકે તે માટે ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવે તે તમામ ડેટા પબ્લિક ડોમિનમાં મૂકે.

ABOUT THE AUTHOR

...view details