ગાંઘીનગર: ડિસેમ્બરમાં બે તબક્કામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે કોંગ્રેસ પાર્ટીએ આજે તેના છ ઉમેદવારોની પાંચમી યાદી અને કોંગ્રેસે 33 ઉમેદવારોની છઠ્ઠી યાદી બહાર (Congress has released the fifth list) પાડી છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા છ ઉમેદવારોમાં રમેશ મેરના સ્થાને બોટાદના મનહર પટેલનો પણ સમાવેશ થાય છે.
ETV Bharat / assembly-elections
કોંગ્રેસે 33 ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર - Fourth list of nine Congress candidates
કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 109 ઉમેદવારો જાહેર થયા છે. પાર્ટીએ 4 નવેમ્બરે ચૂંટણી માટે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરીને તેની પ્રથમ યાદી બહાર પાડી હતી. હવે તેની છ ઉમેદવારોની પાંચમી યાદી બહાર (Congress has released the fifth list) પાડી છે.
46 નામોની બીજી યાદી: પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં કુલ 109 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે 4 નવેમ્બરે ચૂંટણી માટે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરીને તેની પ્રથમ યાદી બહાર પાડી હતી. 10 નવેમ્બરના રોજ, પાર્ટીએ 46 નામોની બીજી યાદી બહાર પાડી. તેણે શુક્રવારે સાત ઉમેદવારોની યાદી બહાર પાડી હતી, પરંતુ એક ઉમેદવાર અગાઉ જાહેર કરાયેલા ઉમેદવારની જગ્યાએ હતો. નવ ઉમેદવારોની ચોથી યાદી (Fourth list of nine Congress candidates) શનિવારે જાહેર કરવામાં આવી હતી.
પાંચમી યાદીમાં કોનો સમાવેશ: પાંચમી યાદીમાં મોરબીના જયંતી જેરાજભાઈ પટેલ, જામનગર ગ્રામ્યમાંથી જીવન કુંભારવાડિયા, ધ્રાંગધ્રામાંથી છત્તરસિંહ ગુંજારિયા, રાજકોટ પશ્ચિમમાંથી મનસુખભાઈ કાલરિયા અને ગારિયાધારમાંથી દિવ્યેશ ચાવડાનો (Fifth list of six candidates of congress) સમાવેશ થાય છે. કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં ભાજપને સત્તા પરથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યાં ભગવા પક્ષ બે દાયકાથી વધુ સમયથી સત્તામાં છે.