વડોદરા ગત મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા 33 ઉમેદવારોની યાદી જાહેર (Gujarat Assembly Election 2022 ) કરવામાં આવી હતી. જેમાં વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક ( Vaghodia Asseamly Seat ) ઉપર વડોદરાનાં પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડનું નામ (Congress Candidate Satyajitsinh Gaekwad )જાહેર થતાંની સાથે જ સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અપેક્ષા મુજબ જ વાઘોડિયાની બેઠક ઉપર સ્થાનિક કોંગ્રેસ કાર્યકરને બદલે આયાતી સત્યજીતસિંહ ગાયકવાડનું નામ જાહેર થતાં કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે વડોદરા તાલુકા કોંગ્રેસના 100 ઉપરાંત હોદ્દેદારો અને કાર્યકરોએ કોંગ્રેસના સભ્યપદેથી સામૂહિક રાજીનામાં આપી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે આ સીટ ઉપર કોંગ્રેસનો ઉમેદવાર વિજય પામશે કે નહીં.
100 ઉપરાંત હોદ્દેદારો અને કાર્યકરોએ કોંગ્રેસના સભ્યપદેથી સામૂહિક રાજીનામાં આપી દીધા ભૂતકાળમાં સતાની લાલચે પક્ષપલટો કરાયો હતો જાણવા મળતી માહિતી મુજબ યોગપાલસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્ય સ્વ. ઉપેન્દ્રસિંહ ગોહિલના પુત્ર (Congress workers revolted) છે. જેઓએ સત્તા મેળવવા માટે ભાજપ પાસે ટિકિટની માગણી કરી હતી. પરંતુ ટિકિટના ન ફળવાતા તેઓ કોંગ્રેસમાં જોડાયાં હતા. પરંતુ કોંગ્રેસે પણ તેઓને ટિકિટ આપવાના બદલે પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડને ટિકિટ (Congress Candidate Satyajitsinh Gaekwad ) ફાળવી દેતાં ભારે રોષ ફેલાયો હતો.
મધરાત્રે પ્રદેશ કોંગ્રેસે નિર્ણય લીધો હતો વાઘોડિયા વિધાનસભા બેઠક ( Vaghodia Asseamly Seat )ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડને ઉમેદવાર (Congress Candidate Satyajitsinh Gaekwad )તરીકે ગત મોડી રાત્રે જાહેર કરાયા હતાં. જેથી કોંગ્રેસ કાર્યકરો દ્વારા સ્થાનિક કાર્યકરને ટિકિટ આપવાની માંગ સાથે ભારે રોષ ઠાલવ્યો છે. મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરાતાની સાથે જ ગ્રામ્યના કોંગ્રેસના હોદ્દેદારો કોયલી ગામ સ્થિત કોંગ્રેસ અગ્રણી યોગપાલસિંહ ગોહિલના નિવાસ્થાને એકઠા થયા હતાં અને મધરાત સુધી ચાલેલી ચર્ચાના અંતે તા.14 નવેમ્બરના રોજ સવારે એકઠા થઇ કોંગ્રેસના સભ્યપદેથી સામૂહિક રાજીનામાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરોની ઉમેદવાર બદલવા માંગ સ્થાનિક કાર્યકરોની માગ છે કે પક્ષે આ( Vaghodia Asseamly Seat ) ઉમેદવાર બદલવાની તાકીદની જરૂરિયાત છે. જો સ્થાનિક કક્ષાનો જો ઉમેદવાર હોય તો જ સરળતાથી વિજય પ્રાપ્ત કરી શકે. બહારના અને આયાતી ઉમેદવારને (Congress Candidate Satyajitsinh Gaekwad )વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારના લોકો સ્વીકારશે નહીં અને કોંગ્રેસનો પરાજય થશે. જેથી પ્રદેશનાં નેતાઓએ સ્થાનિક કાર્યકરોની માગ સ્વીકારી ઉમેદવાર બદલવો જોઈએ. ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ઉમેદવાર જાહેર થતાંની સાથે જ ભડકો જોવા મળ્યો છે. જેથી હવે વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં હવે જોરદાર ટક્કર (Gujarat Assembly Election 2022 )જોવા મળશે તે નિશ્વિત મનાય છે.