ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

રાજકોટ દક્ષિણ બેઠકના કોંગ્રેસ ઉમેદવારે બળદગાડા પર કર્યો ચૂંટણી પ્રચાર - ચૂંટણી પ્રચાર

રાજકોટ દક્ષિણ બેઠક (Rajkot South assembly seat) પર ત્રિપાંખીયો જંગ જામશે. દક્ષિણ બેઠકમાં ભાજપના ઉમેદવાર રમેશ ટિલાળા, કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસિયા વચ્ચે જંગ છે.. આ દરમિયાન રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારે અનોખો પ્રચાર કર્યો. રાજકો દક્ષિણથી કોંગ્રેસના ઉમેદવાર હિતેશભાઈ વોરાએ (Hitesh vora, congress candidate of Rajkot South assembly seat) હરિ ઘવા રોડ પર બળદ ગાડામાં પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ નેતાનો અનોખો પ્રચાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

રાજકોટ દક્ષિણ બેઠકના કોંગ્રેસ ઉમેદવારે બળદગાડા પર કર્યો ચૂંટણી પ્રચાર
congress-candidate-of-rajkot-south-seat-campaigned-on-a-bullock-cart

By

Published : Nov 23, 2022, 5:18 PM IST

રાજકોટ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly election 2022) હાલ પૂરજોશમાં પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે.ભાજપ,આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના (Rajkot South assembly seat) કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા (Hitesh vora, congress candidate of Rajkot South assembly seat) અનોખી રીતે પ્રચાર કરતાં જોવા મળી રહ્યા હતા. તેઓએ બળદગાડામાં બેસીને પ્રચાર (campaigning on bullock cart) કર્યો હતો. જેમને ઠેર ઠેર સ્થાનિકોએ આવકાર્યા હતા.જ્યારે બળદ ગાડામાં ચૂંટણી પ્રચાર કરવામાં આવતા પ્રચાર આકર્ષણનું કેન્દ્ર (center of attraction) બન્યું હતું.કોંગ્રેસ ઉમેદવાર હિતેશ વોરાએ આજે વોર્ડ નંબર-18માં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

રાજકોટ દક્ષિણ બેઠકના કોંગ્રેસ ઉમેદવારે બળદગાડા પર કર્યો ચૂંટણી પ્રચાર

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈને પ્રચાર સાથે અનોખો વિરોધ:બળદગાડા પર પ્રચાર કરતા હિતેશ વોરાએ જણાવ્યું હતું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર ગયા છે. જ્યારે મોંઘવારી બેકાબૂ છે. જેને લઈને તેના વિરોધના ભાગરૂપે આજે બળદગાડું લઈને પ્રચાર કર્યો હતો.જયારે પ્રચાર દરમિયાન લોકોએ પણ આવકાર્યા હતા.વોર્ડ નંબર-18માં આ અનોખો પ્રચાર કરવામાં આવતા લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું. હિતેશ વોરા સાથે વિસ્તારના કોંગ્રેસ આગેવાનો પણ આ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા.

દક્ષિણ બેઠક વચ્ચે પર ત્રણ પાટીદાર ઉમેદવારો:રાજકોટ દક્ષિણ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે જ્યારે ભાજપ દ્વારા આ વખતે ઉદ્યોગપતિ રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશ વોરાને ટિકિટ આપવામાં આવી છે અને આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયાને ટિકિટ આપવામાં આવી છે. આ ત્રણેય ઉમેદવાર પાટીદાર છે. ત્યારે દક્ષિણ બેઠક પર પાટીદાર ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જોવા મળશે.

ત્રિપાંખીયો જંગ:રાજકોટ દક્ષિણ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે. દક્ષિણ બેઠકમાં ભાજપના ઉમેદવાર રમેશ ટિલાળા, કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસિયા વચ્ચે જંગ છે.રાજકોટ દક્ષિણથી કોંગ્રેસના ઉમેદવાર હિતેશભાઈ વોરાએ હરિ ઘવા રોડ પર બળદ ગાડામાં પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ નેતાનો અનોખો પ્રચાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details