અમદાવાદ:રાજકીય પાર્ટીઓ તેમના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર (Congress announced the third list of candidates) કરી રહી છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં સૌથી મોટા બે ઉમેદવારોને બદલવામાં આવ્યા છે.
ETV Bharat / assembly-elections
કોંગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, ક્યા ઉમેદવારો બદલાયા - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly election 2022) ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે એક પછી એક રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી (Congress announced the third list of candidates) જાહેર કરવામાં આવી રહી છે. આજે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી છે.
![કોંગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, ક્યા ઉમેદવારો બદલાયા કોંગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી કરાઈ જાહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16902772-thumbnail-3x2-congor.jpg)
7 બેઠક પર ઉમેદવારના નામ: રાપરથી બચુભાઈ અરેથીયા, વઢવાણ તરુણ ગઢવી, રાજકોટ ઇસ્ટ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ધારીથી ડો કીર્તિ બોરી સાગર, નાંદોદથી હરેશ વસાવા, નવસારીથી દીપક બરોથ,ગણદેવીથી અશોક પટેલને ટિકિટ (Names of candidates on Congress 7 seats) મળી છે.
ક્યા બે ઉમેદવારો બદલાયા: જે બે ઉમેદવારોને બદલવામાં આવ્યા છે, એમાં ગણદેવીથી પહેલા શંકર પટેલને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ હવે તેમના સ્થાને અશોક પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત બીજી જગ્યાએ ધારીથી કોંગ્રેસ મહિલા પ્રમુખ જીનીબેન ઠુંમરને ટિકિટ આપવામાં આવી હતી અને તેમના સ્થાને હવે કીર્તિ બોરીસાગરને ટિકિટ આપવામાં આવી છે.