ન્યૂઝ ડેસ્ક15મી વિધાનસભાની રચના માટે લોકોનું, લોકો માટે, લોકો વડે સર્જાઇ રહેલું લોકશાહીનું મહાપર્વ પહેલી ડીસેમ્બરના મતદાનમાં પૂરજોર ખીલેલું જોવા મળ્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) ના પહેલા તબક્કાના મતદાન (First Phase Election 2022 )માં સૌરાષ્ટ્ર, કચ્છ અને દ. ગુજરાતની કુલ 89 બેઠકો પર મતદાન પ્રક્રિયા યોજાઇ રહી છે. સવારે 8થી સાંજના 5 સુધીના મતદાન માટે પહેલીવારના મતદાતાઓ સહિત યુવા વર્ગ, મહિલાઓ,શતાયુ મતદારો સિહત વૃદ્ધો, દિવ્યાંગજનો,સાધુજનો, રાજવી સહિત 2.39 કરોડ લોકો મત આપવાની હોંશ ( Colors of Gujarat voter ) દર્શાવી હતી. જેમાં કેટલેક ઠેકાણે તો વાજતેગાજતે મતદાનમાં શામેલ થતાં લોકો જોવા મળ્યાં છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ પણ કતારોમાં જોવા મળ્યાં હતાં. પહેલા તબક્કાના મતદાન ક્ષેત્રોમાંથી ઈટીવી ભારત પાસેના નેતાઓ અને મતદાતાઓના વિવિધરંગી દ્રશ્યો સાથે ગુજરાત ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાર ઉત્સાહની તમામ જાણકારી આપની સમક્ષ લઇને આવ્યું છે ઈટીવી ભારત.
સવારથી જ કતારો લાગી આમ તો લગનગાળો હોવાને લઇને લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવશે કે નહીં તે રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય હતો કારણ કે પ્રચાર દરમિયાન નાગરિકોનો ઉમંગ ક્યાંય કળાતો ન હતો. જોકે પીએમ મોદીએ પોતાની દરેક સભામાં મતદાનની અપીલ પોતાની આગવી શૈલીમાં કરતાં રહ્યાં હતાં. સાથે જ કોઇપણ પક્ષના ઉમેદવાર અને ટોચના નેતાઓ હોય તેમણે પણ મતદાનની અપીલ કરી હતી. તેવામાં આજે પહેલા તબક્કાના મતદાનમાં (First Phase Election 2022 ) સવારે 8 વાગ્યા પહેલાથી લોકો કતારમાં ગોઠવાતાં જોવા મળ્યાં હતાં અને જોતજોતામાં મતદાનનો વાવર ( Colors of Gujarat voter ) ફરી વળ્યો હતો.
ચૂંટણી પંચનો શણગાર તો જેમને માથે ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) ની સમગ્ર વ્યવસ્થા સંભાળવાની જવાબદારી છે તેવા ચૂંટણી પંચે પણ સઘન અભિયાનો ચલાવીને મતદાન માટે ઉત્સાહનું વાતાવરણ સર્જવાની કોશિશ આદરી હતી. ત્યારે આજે પહેલા તબક્કાના મતદાનમાં (First Phase Election 2022 ) સવારથી મોટાભાગના મતદાન મથકો પર મતદાતાઓની લાંબી લાઇનો લાગેલી જોવા મળી હતી ત્યારે કહી શકાય કે ગુજરાતના મતદારો પોતાના મતાધિકાર વાપરવાને લઇને જરાય બેદરકાર ન( Colors of Gujarat voter ) થી. ચૂંટણી પંચની ઓફિસને વિશેષ શણગાર કરતાં 'અવસર લોકશાહીનો' થીમ પર વિશાળ રંગોળી બનાવાઇ હતી.
નેતાઓ ઉમેદવારોએ સવારમાં જ કરી લીધું મતદાન ગુજરાત વિધાનસભા ચૂંટણી ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 )માં ત્રિપાંખીયો જંગ છેડાયો છે ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પહેલા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 40 જેટલા પક્ષોના નેતાઓ અને તેમના ઉમેદવારોએ સવારમાં જ પોતાના મતદાન મથકે પહોંચી જઇને મતદાન કરી લઇ ફોટો પડાવી ( Colors of Gujarat voter ) લીધાં છે. તેમની જીતવાની આશાઓ વિશે જાહેર માધ્યમો સમક્ષ વાતો પણ શેર કરી લીધી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સુરતથી મતદાન કર્યું હતું. મતદાન કરતા પહેલાં તેઓએ જણાવ્યું હતું કે, આ વખતે ભાજપ આ ત્રણ રેકોર્ડ બનાવશે જેમાં સૌથી પ્રથમ સૌથી વધુ બેઠક મેળવવાનો રેકોર્ડ અને ત્યારબાદ સૌથી વધુ લીડ મેળવવાનો રેકોર્ડ અને ત્યાર પછી સૌથી વધુ વોટ શેર મેળવવાનો રેકોર્ડ. સાથે તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે લોકોની જે શ્રદ્ધા છે તે મતોમાં પરિવર્તિત થશે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા પરિવાર સાથે તેમના વતન ગામ હણોલ માં ખાતે સવારે 11.30 કલાકે મતદાન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે આ મતદાન ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે. ભારતનો વિકાસ તેજ કરશે. હર્ષ સંઘવી, કુમાર કાનાણી, રીવાબા જાડેજા, દર્શિતા શાહ, જવાહર ચાવડા, જયેશ રાદડીયા, દર્શના જરદોશ સહિતના નેતાઓએ મતદાન કર્યું હતું.પહેલા તબક્કાના મતદાનમાં (First Phase Election 2022 ) સુરત મેયર હેમાલી બોઘાવાલા મતદાન કરવા સાયકલ પર બેસીને મતદાન મથકે (Gujarat Assembly Election 2022 ) પહોંચ્યા હતાં અને મત આપ્યો હતો.
કોગ્રેસના દિગ્ગજ પરેશ ધાનાણનો આગવો રંગ કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ પોરબંદરથી, પરેશ ધાનાણી સાઇકલ પર તેલનો ડબ્બો લઇને પરિવારની સાથે પહેલા તબક્કાના મતદાનમાં (First Phase Election 2022 ) મતદાન કરવા માટે પહોંચ્યા હતા. પરેશ ધાનાણી પોતાના અનોખા વિરોધના કારણે હમેંશા ચર્ચામાં રહ્યા છે. તેમની જેમ સાયકલ સવારી કરનાર બીજા નેતા છે સુરતના મેયર. સુરતના મેયર સાયકલ પર મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પિતા અનુરૂપ સિંહ જાડેજાએ અને બહેન નયનાબા જાડેજાએ જામનગરમાં પંચવટી કોલેજ ખાતે મતદાન કર્યું હતું. તેમણે ખુલ્લેઆમ કોંગ્રેસનું સમર્થન પહેલાં જ કરી દીધું હતું.
શતાયુ મતદારો યુવાથી માંડીને 100 વર્ષ વટાવી ચૂકેલા મતદાર ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. મોરબીના મહેન્દ્રનગર ખાતે સદી વટાવી ચુકેલા બા અને તેમના દિવ્યાંગ પુત્રીએ ઉત્સાહભેર મતદાન કરી અન્ય મતદારો માટે પહેલા તબક્કાના મતદાનમાં (First Phase Election 2022 ) પ્રેરણારૂપ બન્યા હતાં. શતાયુ મતદાર કેશરબેન કાવર અને તેમના દિવ્યાંગ પુત્રી છબીબેન મેરજા એમ બંને માતાપુત્રી વ્હીલચેરમાં મતદાન મથકે મતદાન પહોંચ્યાં હતાં. સુરતમાં પણ વડીલોએ વ્હીલચેર પર આવી મતદાન કર્યું હતું. સુરત જિલ્લાની ત્રણ શતાયુ મહિલા મતદાતાએ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતાં..જિલ્લાના માંડવી તાલુકાના બૌધાન ગામના 103 વર્ષના સવિતાબહેન ઈશ્વરભાઈ પટેલ, માંડવી તાલુકાના બૌધાન ગામના 101 વર્ષના અમીના ઘરિયા, માંડવી તાલુકાના બૌધાન ગામના 101 વર્ષીય મણીબહેન પટેલે મતદાન કર્યું હતું.
દિવ્યાંગ મતદારો પણ પહોંચ્યાં મોરબીમાં મોરબીમાં સખી મતદાન મથક ખાતે મહિલા મતદાર પગે ફેક્ચર હોવા છતા ફેક્ચરની ચિંતા કર્યા વિના સપોર્ટ માટે ઘોડીનો સહારો લઈ પહેલા તબક્કાના મતદાનમાં (First Phase Election 2022 ) મતદાન કરવા આવ્યા હતાં અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જૂનાગઢના કેશોદમાં ઘરડા બાને મતદાન કરવામાં પોલીસ દ્વારા મદદ કરવામાં આવતી જોવા મળી હતી. ભુજ પાસે સુમરાસર મતદાન કેન્દ્ર પર દિવ્યાંગ મતદારને મતદાન માટે ખભે ઊંચકી જતાં સુરક્ષા જવાનની માનવીય ફરજ બજાવવાની તૈયારી દેખાઇ હતી. રાજકોટના વીરપુરના એક મતદારે પોતાના પગથી મતદાન કર્યું હતું. વિરપુર જલારામધામ ગામના મતદાર પરમાનંદ સચ્ચિદાનંદ ગૌસ્વામીને યુવાનીમાં વીજ શોક લાગતા બન્ને હાથ ગુમાવ્યાં હતાં. તેમણે જેતપુર જામકંડોરણા 74 બેઠકના મતદાનમાં વીરપુર ખાતે પોતાના પગથી મતદાન કરી પોતાની મતદાર તરીકેની ફરજ બજાવી હતી અને લોકોને સંદેશો આપ્યો હતો કે પોતાને હાથ નથી છતાં પગથી મતદાન કર્યું છે તો લોકોએ પોતાના મતદાન અધિકારની ફરજ બજાવવી જોઈએ.
પહેલીવાર મતદાર બનેલા યુવાઓનો જોશ સુરતમાં પહેલીવાર મત આપવા જવા માટે ઘોડેસવારી કરનારા યુવાને પહેલા તબક્કાના મતદાનમાં (First Phase Election 2022 ) મતદાન કરવાનો ઉત્સાહ તરફ સૌનું ધ્યાન ખેચ્યું હતું. ભાવનગરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે આજે અનુપમસિંગ નામની યુવતીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 )માં પ્રથમ મતદાન કર્યું હતું. પ્રથમ વખત વોટ કરનાર અનુપમસિંગે લોકશાહી પર્વને સમજીને સવારમાં મત આપવા માટે માતાપિતા સાથે મતદાન મથકે પહોંચી ગઇ હતી. તેણે જણાવ્યું હતું કે ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી દરેક વ્યવસ્થા ખૂબ સરળ અને સારી હોવાથી તેને મતદાન કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડ્યો નથી.
મહિલાઓ સુરતમાં એક માતા પોતાના એક મહિના નવજાત શિશુને લઈને મતદાન (Polling in Surat) કરવા જતા લોકોએ આવકાર્યા છે. માતા કહ્યું કે, જો તમે વિચારે મક્કમ અને શરીરે સક્ષમ હોવ તો કોઈ પણ અવરોધો નડતા નથી. (Gujarat Assembly Election 2022) 25 વર્ષના તનુ મિશ્રા મૂળ યુપીના છે. તેઓ ચોર્યાસીના સનરાઇઝ વિદ્યાલયમાં મતદાન કરવા પહોંચતા આ દ્રશ્ય જોવા મળ્યું હતું. સુરતમાં મહિલાઓ વંદે માતરમ નારા સાથે હાથમાં તિરંગા લઈ પહેલા તબક્કાના મતદાનમાં (First Phase Election 2022 ) મતદાન કરવા પહોંચતી જોવા મળી હતી.
વરવધૂઓનું વોટિંગ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા હીરેન પંડ્યા લગ્ન મંડપમાં પહોંચ્યા પહેલા મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. વરરાજાએ શેરવાની પહેરી હતી પરંતુ હાથમાં ચૂંટણી કાર્ડ લઈને તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) મતદાન કરવા પહોંચી ગયા હતાં. તેઓએ જણાવ્યું હતું કે સંવેધાનીક અધિકારનો ઉપયોગ કરી તેઓ લોકતંત્રને મજબૂત કરવા માંગે છે. નોંધનીય છે કે અનેક મતદાન મથક પર લગ્નની સીઝન હોવાના કારણે લોકો સવારમાં સૌ પહેલાં મતાધિકારનો ઉપયોગ કરી લેવા કતારોમાં લાગી ગયાં હતાં. ધોરાજીમાં યુવતી પોતાના લગ્ન પ્રસંગની સાથે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચી અને પહેલા તબક્કાના મતદાનમાં (First Phase Election 2022 ) મતદાન કર્યું હતું. શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતી યુવતીએ પોતાના લગ્ન પ્રસંગ દરમિયાન અન્ય વિધિઓની સાથે સાથે મતદાન કરવા માટેની પણ વિધિ કરી હતી.