ન્યુઝ ડેસ્ક: સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના (Gujarat assembly election 2022) અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે. ઉમેદવારો ફોર્મ ભરવા માટે અલગ અલગ પદ્ધતિઓ અપનાવે છે અને જેથી તેઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. કોઈક મોંઘીદાટ ગાડી લઈને તો કોઈક સાયકલ લઈને ઉમેદવારી પત્રો ભરવા માટે ગયા હતા. અમદાવાદની અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના (Dharmendra Patel, the Congress candidate from Amraiwadi seat) ઉમેદવાર પત્ર રજુ કરવા જતા લોકો આશ્ચર્યમાં મૂકાયા ગયા હતા. અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ લેમ્બોર્ગિની કાર (Lamborghini car) લઈને ફોર્મ ભરવા ગયા હતા. ઉમેદવારે કાર મામલતદાર ઓફિસ બહાર ઉભી રાખતા લોકોના ટોળા વળ્યા હતા.
colors-of-election-someone-arrived-on-a-lamborghini-car-or-a-bicycle-to-fill-the-nomination-papers લેમ્બોર્ગિની કારની સવારી:અમદાવાદની અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પત્ર રજુ કરવા જતા લોકો આશ્ચર્યમાં (Dharmendra Patel in Amraiwadi) મૂકાયા ગયા હતા. અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ લેમ્બોર્ગિની કાર લઈને ફોર્મ ભરવા ગયા હતા. ઉમેદવારે કાર મામલતદાર ઓફિસ બહાર ઉભી રાખતા લોકોના ટોળા વળ્યા હતા.
એક-એક રૂપિયાના સિક્કાથી ભરી જામીન રાશિ: બીજી તરફ વડોદરા શહેરની સયાજીગંજ બેઠક પરથી આપના ઉમેદવાર સ્વેજલ વ્યાસે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સ્વેજલ વ્યાસે એક એક રૂપિયાના દસ હજાર સિક્કાને લઈને મામલતદાર કચેરી ખાતે પહોંચીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ અંગે સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, જનતા પાસેથી એક એક રૂપિયાના સિક્કા મેં માંગ્યા હતા. એક ભરોસો, વિશ્વાસ અને આશીર્વાદ રૂપે લોકોએ મને સિક્કા આપ્યા હતા. 10 હજારથી વધુ રૂપિયાના સિક્કા મને આપ્યા હતા. ત્યારે આ ડિપોઝીટ રૂપે લોકોને વિશ્વાસ અપાવ્યો છે.
કુમાર કાનાણી ઘોડેસવાર થઈને ભર્યું નામાંકન:સુરતમાં પાટીદારોના ગઢ ગણાતા વરાછા બેઠક ઉપર આજે વિધાનસભા ઉમેદવાર કુમાર કાનાણી પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા. પરંતુ તેઓ કંઇક અલગ અંદાજમાં ઘોડા પર સવાર થઈને નીકળ્યા હતા. આ રેલી સમયે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. તમને જણાવી દઇએ કે વરાછા વિસ્તાર એ પાટીદારોનો ગઢ ગણવામાં આવે છે. પાસના આંદોલન સમયે આ વિસ્તારમાં સૌથી વધારે વિરોધ જોવા મળ્યો હતો. તે સમયે આટલો વિરોધ હોવા છતા આ બેઠક પર કુમાર કાનાણી જીતીને આવ્યા હતા. અને ફરી એક વખત તેમને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ સમયે પોતાના સમર્થકો જોડે ભાજપ જીતશે ના નારા સાથે કુમાર કાનાણી ઘોડા પર સવાર થઈને નીકળ્યા હતા. સાથે જ તેમણે ફરી વખત તેઓએ પોતાની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
colors-of-election-someone-arrived-on-a-lamborghini-car-or-a-bicycle-to-fill-the-nomination-papers બળદગાડામાં નીકળી ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા:વાઘોડિયા બેઠક (Waghodia Assembly seat) પરથી કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. તેઓ તો બળદગાડામાં તેલના ડબ્બા લઇને ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા.
colors-of-election-someone-arrived-on-a-lamborghini-car-or-a-bicycle-to-fill-the-nomination-papers વિજય બ્રહ્મભટ્ટ ઊંટગાડીમાં બેસીને ફોર્મ ભરવા પહોંચ્યા: અમદાવાદમાં આવેલા ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠકના (Thakkarbapanagar assembly seat) કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટ ઊંટગાડીમાં બેસીને ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. ઊંટગાડીમાં તેમણે પાછળ રાંધણ ગેસનો બાટલો પ્રતીક તરીકે મૂક્યો હતો. જેનો સીધો અર્થ એ થાય છે કે મોંઘવારી દિવસેને દિવસે વધતા જતા તેમણે ઉટગાડીમાં ફોર્મ ભરવા માટે આવ્યા હતા. કોંગ્રેસે પોતાના જન ઘોષણા પત્રમાં પણ મોંઘવારીનાં મુદ્દાને આ વખતે મુખ્ય સ્થાન આપ્યું છે.