ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ચૂંટણીના રંગ: કોઈ રોબોટ દ્વારા તો કોઈ બુલડોઝર રેલી કાઢીને કરી રહ્યા છે પ્રચાર - માંડવી વિધાનસભા બેઠક

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો (Gujarat assembly election 2022) રંગ જામ્યો છે. ઉમેદવારો અલગ અલગ પદ્ધતિઓથી ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. કોઈ રોબોટ દ્વારા, કોઈ ગરબા કરીને તો કોઈ બુલડોઝરમાં રેલી (bulldozer railly) કાઢીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારની અલગ અલગ પદ્ધતિઓથી મતદારોને રીઝવવા કેટલા સફળ થશે તે જોવાનું રહ્યું...

ચૂંટણીના રંગ: કોઈ રોબોટ દ્વારા તો કોઈ બુલડોઝર રેલી કાઢીને કરી રહ્યા છે પ્રચાર
colors-of-election-campaigning-by-some-robot-or-some-bulldozer-rally-or-garba

By

Published : Nov 19, 2022, 12:55 PM IST

ન્યુઝ ડેસ્ક:ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat assembly election 2022) જોરશોરથી પ્રચાર થઇ રહ્યો છે. ઉમેદવારો દ્વારા અનેક નવી નવી પદ્ધતિથી પ્રચારમાં લાગ્યા છે. ત્યારે સુરત ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની (Chief Minister Yogi Adityanath's) સભા યોજાવાની હતી. લડોઝર બાબાના કહેવાતા યોગીના સ્વાગત માટે એક દિવસ પહેલા સુરતના ગોડાદરા ચોર્યાસી (Godadara chauryasi assembly seat) વિધાનસભા બેઠક માટે બુલડોઝર દ્વારા રેલી (bulldozer railly) યોજાઈ હતી. યોગી આદિત્યનાથની સભામાં લોકોને આમંત્રિત કરવા આ રેલી કાઢવામાં આવી હતી. શુક્રવારે ગોડાદરા વિસ્તારમાં યોગી આદિત્યનાથે સભા ગજવી હતી.

colors-of-election-campaigning-by-some-robot-or-some-bulldozer-rally-or-garba

રોબોટ દ્વારા પ્રચાર: નડીયાદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈ છઠ્ઠી વખત વિધાનસભા ચુંટણી લડી રહ્યા છે.આ વખતે ચુંટણી પ્રચાર માટે તેઓ વિવિધ આધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યા છે.જેમાં રોબોટ દ્વારા નડીયાદ વિધાનસભામાં (nadiad assembly seat) તેમના દ્વારા કરાયેલી વિવિધ કામગીરીની સાઉન્ડ સિસ્ટમથી માહિતિ આપવા સાથે પેમ્ફ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ અંગે પંકજ પટેલ સાથે વાત કરતા તેમેં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું (digital india) સપનું સાકાર કરવા તેઓ પ્રચારમાં રોબોટનો ઉપયોગ કરી રહ્યા છે.ભાજપ આઈટી સેલ મધ્યઝોનના પ્રમુખ દ્વારા આ રોબોટ તૈયાર કરાયો છે.

નાટક-ગરબા દ્વારા પ્રચાર: માંડવી વિધાનસભા બેઠકની વાત કરીયે તો આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત તેમજ કેન્દ્ર સરકારની વિવિધ સરકારી યોજનાઓ અંગે લોકોને નાટક મારફતે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યોને ગરબા સ્વરૂપે ગરબાના ગીતના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.નાટક દ્વારા સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, અટલ પેન્શન યોજન અનુ.જનજાતિની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરુ યોજના,આમ આદમી બીમા યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વૃદ્ધ પેન્શન યોજના રાજ્ય સરકાર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ,પ્રધાનમંત્રી જન-ધન યોજના વગેરે વિષે માહિતી આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details