ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

પાટણમાં મુખ્યપ્રધાનનો રોડ શો, ભાજપ ઉમેદવાર રાજુલ દેસાઈએ સંઘર્ષ માટે કોનું ઉદાહરણ આપ્યું જૂઓ - ભાજપના મહિલા ઉમેદવાર રાજુલ દેસાઈ

પાટણ વિધાનસભા બેઠકના ભાજપના મહિલા ઉમેદવાર રાજુલ દેસાઈ ( Patan BJP Candidate Rajul Desai )ના સમર્થનમાં આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો રોડ શો ( CM Bhupendra Patel Road Show in Patan ) યોજાયો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો જોડાયા હતાં. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને લઇને યોજાયેલા રોડ શોમાં નગરજનો દ્વારા પણ ઉષ્માપૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું.

પાટણમાં મુખ્યપ્રધાનનો રોડ શો, ભાજપ ઉમેદવાર રાજુલ દેસાઈએ સંઘર્ષ માટે કોનું ઉદાહરણ આપ્યું જૂઓ
પાટણમાં મુખ્યપ્રધાનનો રોડ શો, ભાજપ ઉમેદવાર રાજુલ દેસાઈએ સંઘર્ષ માટે કોનું ઉદાહરણ આપ્યું જૂઓ

By

Published : Nov 29, 2022, 9:59 PM IST

પાટણ ઐતિહાસિક રાજધાની પાટણ ખાતે ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે 18 પાટણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજુલ દેસાઈના ( Patan BJP Candidate Rajul Desai )સમર્થનમાંમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રોડ શો કર્યો હતો. શહેરના સાલવીવાડા ખાતેથી આ રોડ શોનો પ્રારંભ થયો હતો. જે નાગર લીમડી રતનપુર ત્રણ દરવાજા હિંગળાચાચર થઈ બગવાડા દરવાજા ખાતે પહોંચ્યો હતો. જ્યાં રોડ શો( CM Bhupendra Patel Road Show in Patan ) નું સમાપન થયું હતું.

નગરજનો દ્વારા પણ ઉષ્માપૂર્ણ અભિવાદન

લોકોએ કર્યું ઉષ્માપૂર્ણ સ્વાગત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના રોડ શો ( CM Bhupendra Patel Road Show in Patan )ના જાહેર માર્ગો ઉપર નગરજનો દ્વારા મુખ્યપ્રધાન અને રાજુલ દેસાઈ ( Patan BJP Candidate Rajul Desai )નું પુષ્પ અને હાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. તો રોડની બંને સાઈડે ઉભેલા નગરજનોનું મુખ્યપ્રધાને હાથ ઊંચો કરી અભિવાદન કર્યું હતું. ડોક્ટર રાજુલબેન દેસાઈના સમર્થનમાં યોજવામાં આવેલ આ ભવ્ય રોડ શોમાં ભાજપના આગેવાનો કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

નાયિકા દેવી જેવો સંઘર્ષ કરવો પડશે તો કરીશ લોકોની વચ્ચે આવેલા ભાજપ ઉમેદવાર રાજુલ દેસાઈ ( Patan BJP Candidate Rajul Desai )એ જણાવ્યું હતું કે વિકાસની નીતિને લઈને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મને ટિકિટ આપી છે ત્યારે પાટણની ધરા ઉપર મહિલાઓનું કંઈકને કંઈક યોગદાન રહેલું છે. નાયિકાદેવીની જેમ સંઘર્ષ કરવો પડશે તો પણ કરીને પાટણનો વિકાસ કરીશ.

ABOUT THE AUTHOR

...view details