સુરતવિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે દરેક પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગીઆદિત્યનાથ ફરી એક વખત સુરતમાં ( CM Adityanath Yogi in Surat ) પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ આ વખતે તેઓ કોઇ હિન્દી ભાષા ક્ષેત્રમાં નહીં પરંતુ પાટીદાર સમાજના ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં ( Varachha Assembly Seat ) ભવ્ય રોડ શો ( BJP Campaign ) કર્યો હતો. કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાના મંદિરે પહોંચીને પૂજાઅર્ચના કરી હતી.
હજારોની સંખ્યામાં હાજર રહેલા લોકોને ભાજપને મત આપવા અપીલ પાટીદારોને રીઝવવાનો પ્રયાસ પાટીદાર સમાજના ગઢમાં પહોંચીને પાટીદારોને રીઝવવાનો પ્રયાસ ( BJP Campaign )ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ( CM Adityanath Yogi in Surat ) કર્યો હતો. અહી લાખોની સંખ્યામાં કડવા પાટીદાર રહે છે અને તેમની કુળદેવી મા ઉમિયાના મંદિરે પહોંચીને તેઓએ પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ રોડ શોની શરૂઆત કરી હતી. સુરતમાં લાખોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો રહે છે અને સુરતની બહાર વિધાનસભા બેઠકમાંથી પાંચ એવી બેઠક છે કે ( Varachha Assembly Seat ) જ્યાં પાટીદાર સમાજના લોકો નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે.
કેજરીવાલને ખાળવાનો પ્રયાસ આ વખતે આમ આદમી પાર્ટીની નજર પણ પાટીદાર સમાજના મતો ઉપર છે અને એક દિવસ પહેલા જ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વરાછા વિસ્તારમાં ( Varachha Assembly Seat )રોડ શો કરી આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી ચૂક્યા છે ત્યારે ભાજપે આ વખતે પોતાના વિસ્તાર પ્રચારક અને કટ્ટર હિંદુત્વના ચહેરા ગણાતા યોગી આદિત્યનાથ ( CM Adityanath Yogi in Surat ) ને મેદાનમાં ઉતાર્યા છે. રોડ શોમાં આવેલા લોકોએ જય શ્રી રામ અને યોગી યોગીના નારા લગાવ્યા હતા.યોગીએ વરાછા ખાતે સરદાર પ્રતિમાને હાર ફૂલ પહેરાવી વંદન કર્યા હતાં.
સુરતમાં સાડા છ લાખ કડવા પાટીદારયોગી આદિત્યનાથ પાટીદાર વિસ્તારમાં 10 કિમી રોડ શો કરી પાટીદાર મતો ( BJP Campaign ) તેમના પાર્ટીમાં આવે આ પ્રયત્નમાં છે. સુરતની વાત કરવામાં આવે તો કડવા પાટીદાર લોકોની સંખ્યા આશરે સાડા છ લાખ છે. મા ઉમિયા તેમની કુળદેવી છે. ક્યારે લેઉવા પાટીદારોની સંખ્યા પાંચ લાખ જેટલી છે. માઁ ઉમિયાના મંદિરે દર્શન કર્યા બાદ યોગી આદિત્યનાથ ( CM Adityanath Yogi in Surat ) ભવ્ય રોડ શો કરી હજારોની સંખ્યામાં હાજર રહેલા લોકોને ભાજપને મત આપવા અપીલ કરી હતી. આ રોડ શોમાં યુપી ચૂંટણી સમયે જેથી ગીતો વાગતા હતા તે સાંભળવા મળ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો યોગી આદિત્યનાથની એક ઝલક જોવા માટે રોડ પર ( Varachha Assembly Seat ) ઉતરી આવ્યા હતા