ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ચૂંટણી હારી જાવ તો ચૌધરી સમાજને દોષ ન આપતાં, ચરાડામાં ચૌધરી સમાજ સંમેલનમાં કોણે કર્યું મોટું નિવેદન જૂઓ - વિપુલ ચૌધરીની જામીન અરજી પર સુનાવણી

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) માં વિપુલ ચૌધરી ( Vipul Chaudhari ) અને તેમની અર્બુદા સેના ( Arbuda Sena ) ઝૂકાવશે કે નહીં તેનું ચિત્ર હજુ સ્પષ્ટ નથી. તેવામાં ચરાડામાં યોજાયેલું ચૌધરી સમાજનું સંમેલન ( Chaudhari Samaj Sammelan in Charada ) મોટો સંકેત આપી રહ્યું છે. ચૌધરી સમાજ ( chaudhri samaj )વિપુલ ચૌધરીના જેલમાંથી બહાર આવવાની રાહ જોઇને રણનીતિ ઘડશે તેવા સંકેત મળ્યાં છે.

ચૂંટણી હારી જાવ તો ચૌધરી સમાજને દોષ ન આપતાં, ચરાડામાં ચૌધરી સમાજ સંમેલનમાં કોણે કર્યું મોટું નિવેદન જૂઓ
ચૂંટણી હારી જાવ તો ચૌધરી સમાજને દોષ ન આપતાં, ચરાડામાં ચૌધરી સમાજ સંમેલનમાં કોણે કર્યું મોટું નિવેદન જૂઓ

By

Published : Nov 15, 2022, 6:15 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણીનો (Gujarat Assembly Election 2022)માહોલ છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારાશક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અર્બુદા સેનાના સુપ્રીમો વિપુલ ચૌધરી ( Vipul Chaudhari ) અત્યારે જેલવાસમાં છે. ત્યારે અર્બુદા સેના દ્વારા આજે વિપુલ ચૌધરીના ગામ ચરાડામાં 1 લાખથી વધુ ચૌધરી સમાજના લોકોને ભેગા કરીને શક્તિ પ્રદર્શન યોજાયું હતું, આજે વિપુલ ચૌધરીના પિતા માનસિંગ ચૌધરીની જન્મ જયંતિ નિમિતે અર્બુદા સેના દ્વારા 100 મી સભા યોજવામાં આવી હતી. જ્યારે વિપુલ ચૌધરી ચૂંટણી લડશે કે નહીં તે બાબતે બાબતે અર્બુદા સેનાએ ( Arbuda Sena ) હજુ પણ સસ્પેન્સ રાખ્યું છે. આજે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ચરાડા ગામ આવવાનો કાર્યક્રમ રાખ્યો હતો પણ અંતિમ સમયે આવ્યા ન હતાં. વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમના સ્થાને પાઘડી મુકવામાં આવી હતી.

માનસિંગ ચૌધરીની જન્મ જયંતિ નિમિતે અર્બુદા સેના દ્વારા 100 મી સભા યોજવામાં આવી

ધીરુભાઈ અંબાણી અને માનસિંહ ચૌધરી ક્યાં છે ? વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં અર્બુદાસેનાના કાર્યકારી અધ્યક્ષ મોંઘજી ચૌધરીએ જાહેર મંચ પર નિવેદન આપ્યું હતું કે વિપુલ ચૌધરી ( Vipul Chaudhari ) સંગઠિત રાખવાનું કામ કરે છે, આ સંગઠનને વેરાવા દેશો નહીં. જ્યારે સમાજમાં ગૌરવ લઈ શકે એવા માનસિંહ ચૌધરી જેવા કોઈ નેતા આવ્યા નથી કેમ કે તેમણે દરેક સમાજનું હિત જોયું હતું. ધીરૂભાઈ અંબાણીએ પણ તેમનું હિત જોયું એટલે આજે ધીરૂભાઈ આજે ક્યાં છે અને માનસિંહભાઈ આજે ક્યાં છે તેવું ઉદાહરણ પણ સ્ટેજ પરથી આપ્યું હતું.

કેજરીવાલે અચાનક કાર્યક્રમ રદ કર્યા 14 નવેમ્બરના રોજ વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં સત્તાવાર જોડાશે તેવી વાતો અને અહેવાલો બહાર પડ્યાં હતાં. જ્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ સત્તાવાર રીતે વિપુલ ચૌધરી ( Vipul Chaudhari ) ના ગામ ચરાડામાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સવારે 11.30 કલાકે હાજર પણ રહેવાના હતા પણ અચાનક કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. જ્યારે આ બાબતે ચૌધરી સમાજના આગેવાનોને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે આ તમામ રાજકીય આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ચૂંટણી લડવા વિશે વિપુલ ચૌધરી નક્કી કરશેવિપુલ ચૌધરી ( Vipul Chaudhari ) અત્યારે જેલમાં છે. 21 નવેમ્બરના રોજ વિપુલ ચૌધરીની જામીન અરજી પર સુનાવણી ( Hearing on Vipul Chaudhary bail plea ) હાથ ધરવામાં આવશે. ત્યારે 21 તારીખે જેલમાંથી બહાર આવીને વિપુલ ચૌધરી નક્કી કરશે કે ચૂંટણી લડવી કે નહીં. આ ઉપરાંત ચૌધરી સમાજની ઈચ્છા છે કે વિપુલ ચૌધરી ચૂંટણી લડે. કારણ કે વિધાનસભામાં પણ સમાજના પ્રશ્નોને રજૂઆત કરી શકે તેઓ મજબૂત નેતા હોવો જોઈએ. જ્યારે વિપુલ ચૌધરી કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તે બાબતે પણ મોંઘજી ચૌધરી સ્પષ્ટતા કરી હતી કે વિપુલ ચૌધરી હજી રાજીનામું આપ્યું નથી. વિપુલભાઈ કયા પક્ષમાંથી ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડશે તે તેઓ પોતે જ નક્કી કરશે.

રાજકીય પક્ષો ગમે તે દાવો કરે ઓણ હારો તો ચૌધરી સમાજ પર ઠીકરું ના ફોડતામોંઘજી ચૌધરીએ સ્ટેજ પર વધુમાં નિવેદન આપ્યું હતું કે વિપુલ ચૌધરી ( Vipul Chaudhari ) પણ સમાજને એક કરવા આગળ વધ્યા છે. મોંઘજી ચૌધરીએ કોઈ રાજકીય પક્ષનું નામ લીધા વગર જ નિવેદન કર્યું હતું કે અત્યારે વિધાનસભા ચૂંટણી છે રાજકીય પાર્ટીવાળા જે દાવા કરવા હોય એ કરજો, પણ જો હારી જાઓ તો અમારી ઉપર ઠીકરું ના ફોડતા. 21 નવેમ્બરના રોજ અમારો સિંહ બહાર આવશે, એ વખતે આપણી ગર્જના જે હશે એને અનુસરીશું. અમારો નેતા વિપુલ ચૌધરી જ છે.

અન્ય સમાજ સેના બનાવે તો ચૌધરી સમાજ કેમ નહીંમોઘજી ચૌધરીએ સ્ટેજ ઉપરથી વધુ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં અનેક સમાજ (chaudhri samaj ) પોતાના માટે અને સમાજ માટે સેનાઓનું નિર્માણ કરે છે. ગુજરાતમાં ઠાકોર સેના ન બની ? આશાબેન પટેલે સેના બનાવી. આમ સમાજ એક કરવા બનાવેલી સેના છે તો એના પેટમાં તેલ કેમ રેડાય છે ? તેવા પ્રશ્નો મોંઘજી ચૌધરીએ કર્યા હતાં.

ચૌધરી સમાજને રાજકીય કિન્નખોરીનો ભોગ ન બનવા દેતા ચૌધરી સમાજના આગેવાન ચેતન ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે વિપુલ ચૌધરી ( Vipul Chaudhari ) એટલે કે સમાજનો સિંહ બહાર આવે એટલે ગર્જનાની રાહ જોઈએ. અન્ય લોકો પર ટીપ્પણી કરતા ચેતન ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે સમાજને જો છેતરવા જશો તો નુક્સાન થશે. જ્યારે ચૌધરી સમાજના બીજા આગેવાનને રાજકીય કિન્નાખોરીનો સામનો ન કરવો પડે એટલે આ સંગઠન બનાવ્યું છે. કાર્યક્રમ દરમિયાન જોકે ંચ પર સ્પીચ બાબતે આગેવાનોમાં માથાકૂટ થઈ હતી. ચેતન ચૌધરીએ સ્પીચ બાબતે માથાકૂટ કરી હતી. સ્પીચમાં વારો ન આવતાં સ્ટેજ પરથી જ ખેસ ઊતારવાની ચીમકી આપી હતી. ચીમકી આપ્યા બાદ ચાલુ કાર્યક્રમમાં તેમની સ્પીચનો વારો આવે છે તેવી સૂચના પણ આપવામાં આવી હતી.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details