ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly Election 2022)ને લઈને ભારે માહોલ ખૂબ જ ગરમ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 27 વર્ષથી સરકાર ચલાવી રહેલા ભાજપ (bhartiya janta party)ની કામગીરી પર સૌની નજર ટકેલી છે. ભાજપ પોતાનો ગઢ બચાવવા સફળ રહે છે કે કોંગ્રેસનો (indian national congress) વનવાસ પૂરો થશે કે પછી નવો આવેલો ત્રીજો પક્ષ કેટલી સીટ જીતશે તેના પાર સૌની નજર છે. જો કે આ વખતે ભાજપનો ખેલ બગાડવા અનેક બળવાખોર (rebel leaders) નેતાઓ સામે આવ્યા છે. ભાજપે હવે બળવાખોરો સામે કડક કાર્યવાહી કરી (taken strict action against the rebels) છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (BJP State President CR Patil) પક્ષ સામે બળવો કરનાર 7 નેતાઓને હાંકી કાઢ્યા છે.
અપક્ષની ઉમેદવારી નોંધાવનાર આ નેતાને કર્યા સસ્પેન્ડ:આ નેતાઓએ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મધુ શ્રીવાસ્તવ, અરવિંદ લાડાણી, દિનુ પટેલ, હર્ષદ વસાવા અને ધવલ સિંહ ઝાલા જેવા 7 લોકોનાં નામ છે, જેઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પાર્ટી વિરુદ્ધ કામ કરવા બદલ પ્રદેશ અધ્યક્ષે તેમને બહારનો રસ્તો બતાવ્યો છે.
સસ્પેન્ડ થયેલા નેતા:
નર્મદા નાંદોદના હર્ષદભાઈ વસાવા
જૂનાગઢ કેશોદના અરવિંદભાઈ લાડાણી