સુરતભારતીય જનતા પાર્ટી પાસે સ્ટાર પ્રચારકોની લાંબી લિસ્ટ છે જેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 )પ્રચાર કરવા માટે આવશે. ત્યારે બીજી બાજુ શાકભાજી અને ફ્રુટ વિક્રેતા પણ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક ( BJP Star Campaigner in Surat ) બની ગયા છે. સુરત ખાતે શાકભાજી માર્કેટમાં સામાન્ય ગણાતા ફ્રુટ અને શાકભાજી વિક્રેતા ભાજપનો ખેસ અને ટોપી પહેરીને ફ્રુટ અને શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે તેઓ સ્વયમ ઈચ્છાથી ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે.
ભાજપના સ્ટાર કેમ્પેનર ગણાવે છે સામાન્ય રીતે કોઈપણ રાજકીય પક્ષના કાર્યકર્તા ચૂંટણી સમયે પાર્ટીનો ખેસ અને ટોપી ધારણ કરતા હોય છે અને પક્ષ માટે પ્રચાર કરે છે પરંતુ સુરતમાં વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી શહેરના શાકભાજી માર્કેટમાં ફ્રુટ અને શાકભાજીના વિક્રેતાઓ ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. તેઓએ એક કાર્યકર્તાની જેમ ગળામાં ખેસ અને માથા પર ટોપી પહેરીને ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. આખા દિવસ દરમિયાન તેઓ આવી જ રીતે શાકભાજી માર્કેટમાં બેસીને ભાજપના સ્ટાર કેમ્પેનર ( BJP Star Campaigner in Surat ) બની ગયા છે.
મોટા ભાગના શાકભાજી વિક્રેતાઓ ઉત્તર ભારતના સુરતના સિટી લાઈટ વિસ્તાર ખાતે ભાજપ માટે પ્રચાર કરી રહેલા અતિ સામાન્ય શાકભાજી અને ફુટ વિક્રેતાઓએ જણાવ્યું હતું કે મોટા ભાગના શાકભાજી વિક્રેતાઓ ઉત્તર ભારતના રહેવાસી છે. અગાઉ તેઓ રોડ પર બેસીને શાકભાજી અને ફ્રુટનું વેચાણ કરતા હતા પરંતુ ભાજપના કારણે તેઓને શાકભાજી માર્કેટમાં સ્થાન મળ્યું છે અને સારી રીતે તેઓ જીવન નિર્વાહ કરી રહ્યા છે. તેમની સમસ્યાઓનું નિરાકરણ ભાજપ દ્વારા લાવવામાં આવે છે. આ જ કારણ છે કે તેઓ સ્વયં ઈચ્છાથી ભાજપ માટે પ્રચાર ( BJP Star Campaigner in Surat ) કરી રહ્યા છે.