ગાંઘીનગર: ગુજરાત આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) પૂર્વે ભાજપે લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું ‘સંકલ્પ પત્ર’ (bhartiya janta party menifesto) તૈયાર કરીને જાહેર કરી દીધું છે. આજે ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સંકલ્પ પત્ર જાહેર (bhartiya janta party menifesto) કરાયું છે.ભાજપે જાહેર કરેલા સંકલ્પ પત્રમાં આ વખતે અનેક વસ્તીઓ ફ્રીમાં (bjp menifesto freebies for women) આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ સમગ્ર ગુજરાતમાં મફતની યોજનાઓ વિષે ખુબ ચર્ચાઓ ઉઠી હતી.
ભાજપે મહિલાઓ પર કર્યો મફતનો વરસાદ:ગુજરાત વિધાનસભા અંતર્ગત જાહેર થયેલા દરેક પાર્ટીના મેનીફેસ્ટોમાં આ વખતે મફત આપવાની વાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ વીજળી, પાણી અને મહિલાઓની મુસાફરી મફત આપવાની વાત કરી હતી. બીજી તરફ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા મેનીફેસ્ટોમાં પણ વીજળી અને મહિલાનોની મુસાફરી મફત કરી દેવાની વાત છે. ત્યારે ભાજપે શનિવારે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં પણ મહિલાઓને ધ્યાને રાખીને અનેક વસ્તુઓ મફતમાં આપવાની વાત કરી છે.