ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

દિગ્વિજયસિંહના આક્ષેપોનો જવાબ બિહારના સંજીવ ચૌરસીયાએ વાપીમાં આપ્યો - Gujarat Assembly Election 2022

વડોદરામાં કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહે ભાજપ પર કરેલા પ્રહારોના ( Digvijaysinh Allegations on BJP ) જવાબ બિહાર ભાજપના સંજીવ ચૌરસિયાએ ( Bihar BJP Leader Sanjeev Chaurasia in Vapi )વાપીમાં આપ્યા હતાં. તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ (Gujarat Assembly Election 2022 ) પારડી વિધાનસભા બેઠક ( Pardi assembly seat ) ભાજપ ઉમેદવાર કનુભાઈ દેસાઈના ( BJP candidate Kanubhai Desai ) મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા આવ્યાં હતાં. બિહાર ભાજપ સંગઠન મહામંત્રી સંજીવ ચૌરસિયાએ કોંગ્રેસ પર પ્રતિઆક્ષેપ કરી આકરા પ્રહાર કર્યાં હતાં.

દિગ્વિજયસિંહના આક્ષેપોનો જવાબ બિહારના સંજીવ ચૌરસીયાએ વાપીમાં આપ્યો
દિગ્વિજયસિંહના આક્ષેપોનો જવાબ બિહારના સંજીવ ચૌરસીયાએ વાપીમાં આપ્યો

By

Published : Nov 19, 2022, 6:44 PM IST

વાપી ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 )ને લઈ હાલ ભાજપ કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી ચૂંટણીમાં ગરમાટો લાવી રહ્યા છે. ત્યારે પારડી વિધાનસભા બેઠક ( Pardi assembly seat ) ના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈ ( BJP candidate Kanubhai Desai ) ના પ્રચાર માટે વાપીમાં મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું છે. વાપીમાં ભાજપ બિહાર સંગઠનના મહામંત્રી સંજીવ ચૌરસિયા ( Bihar BJP Leader Sanjeev Chaurasia in Vapi )અને મુંબઈ વિલે પારલેના ધારાસભ્ય પરાગ અલવાણીના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

ભાજપ કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી ચૂંટણીમાં ગરમાટો લાવી રહ્યા છે.

આપના પ્રમુખ વિજય શાહને ભાજપનો ખેસ પહેરાવી ભાજપ પ્રવેશ પારડી વિધાનસભા બેઠક ( Pardi assembly seat )ના ભાજપ ઉમેદવાર કનુભાઈ દેસાઈ ( BJP candidate Kanubhai Desai ) ના ચૂંટણી પ્રચાર માટે વાપીમાં પેપીલોન હોટેલ ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કનુભાઈના ચૂંટણી પ્રચાર માટેના મધ્યસ્થ કાર્યાલયનું ભાજપ બિહાર સંગઠનના મહામંત્રી અને પારડી વિધાનસભા ચૂંટણીના નિરીક્ષક સહાયક સંજીવ ચૌરસિયા ( Bihar BJP Leader Sanjeev Chaurasia in Vapi ) અને મુંબઈ વિલે પારલે ના ધારાસભ્ય પરાગ અલવાણી ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામે કનુભાઈ ત્રીજી વખત મોટા માર્જિનથી વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો, પારડીના આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજય શાહને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં સામેલ કર્યા હતાં.

ટ્રિપલ C કોંગ્રેસનો ધર્મ રહ્યો છેપારડી વિધાનસભા બેઠક ( Pardi assembly seat )કનુભાઈ દેસાઈના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન ( BJP candidate Kanubhai Desai ) પ્રસંગે ઉપસ્થિત રહેલા ભાજપ બિહાર સંગઠનના મહામંત્રી અને પારડી વિધાનસભા ચૂંટણીના નિરીક્ષક સહાયક સંજીવ ચૌરસિયા ( Bihar BJP Leader Sanjeev Chaurasia in Vapi ) એ વડોદરાની એક સભામાં કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહે ભાજપ પર કરેલા કમિશન-ક્રાઇમ અને કરપ્શન માં વિકાસ તેમજ ગુજરાત ડ્રગ્સ ગેટવે, મોદીનો રાવણ જેવો અહંકાર જેવા ( Digvijaysinh Allegations on BJP ) આક્ષેપ સામે કોંગ્રેસના નેતા રાહુલગાંધી અને દિગ્વિજય પર આકરા પ્રતિઆક્ષેપ કર્યા હતાં. બિહાર ભાજપના સંજીવ ચૌરસિયાએ જણાવ્યું હતું કે, જેનો જેવો કર્મ છે તેનો તેવો ધર્મ છે. ટ્રિપલ C કોંગ્રેસનો ધર્મ રહ્યો છે. કોંગ્રેસ કરપ્શન ક્રાઇમ અને કેશ આ ત્રિપલ સી પર ચાલતી આવી છે. એટલે તેમને તે જ દેખાઈ રહ્યું છે. જે વિકાસ અને વિશ્વાસ ભાજપે જનતાને અપાવ્યો છે તે તેમને દેખાશે નહીં, કેમકે તેમનો આધાર જ કમિશન ક્રાઇમ અને કેશ પર રહ્યો છે. ભાજપની સરકારમાં એક બટન દબાવીને કરોડો રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય છે.

ભારતને તોડવાવાળા ભારત જોડો યાત્રા કાઢીકોંગ્રેસના સમયમાં એક રૂપિયો મોકલતા અને જનતા સુધી 10 પૈસા પહોંચતા હતા. એટલે જનતા નક્કી કરશે કે તેના સમયમાં શું થયું છે. ગુજરાતમાં પકડાયેલ ડ્રગ્સ મામલે દિગ્વિજયસિંહે કરેલા આક્ષેપ ( Digvijaysinh Allegations on BJP )અને ગુજરાતને ડ્રગ્સ ગેટવે તરીકે ઓળખાવવાના આક્ષેપ સામે સંજીવ ચૌરસિયાએ ( Bihar BJP Leader Sanjeev Chaurasia in Vapi )જણાવ્યું હતું. કે આવા મામલાઓ પર સખ્ત કાર્યવાહી કરી સંપૂર્ણ કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લાંબા સમય સુધી કોંગ્રેસના નેતાઓએ જ લોકોને ભ્રમિત કર્યા છે. તો, મોદીને વિકાસના અંહકારી ગણાવી રાવણ સાથે સરખાવવાના આક્ષેપ સામે જણાવ્યું હતું કે, કોંગ્રેસના વિકાસના ચશ્માનો પાવર ખતમ થઈ ચૂક્યો છે. એટલે ભારતને તોડવા વાળા આજે ભારત જોડો યાત્રા કાઢી ભારતને જોડવા નીકળ્યા છે. અહંકાર તો રાહુલ ગાંધીનો બોલી રહ્યો છે જેણે વીર સાવરકર માટે અશોભનીય વાત કહી છે. મીડિયા ને ઇવેન્ટ બનાવવા નિવેદનો કરે છે પરંતુ તેનો ઇવેન્ટ બનાવવાનો સમય ચાલ્યો ગયો છે. હવે વિકાસના ઈવેન્ટ ની વાત ચાલી રહી છે. વિકાસના એજન્ડા પર ભાજપ કામ કરી રહ્યું છે.

મોદીના નેતૃત્વમાં આ વિકાસ જોવા મળી રહ્યો છેઆમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં તેમણે ( Bihar BJP Leader Sanjeev Chaurasia in Vapi )જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ખોટા બયાન આપી ખોટી દિશામાં કામ કરી રહી છે. જનતા તે સમજી ગઈ છે. ફ્રી ફ્રી કરીને જનતાને ભોળવી નહીં શકે, ભાજપે આપવાનું કામ કર્યું છે. જેના પ્રતાપે જ આજે દેશમાં જે ગરીબી 22 ટકા હતી તે 10 ટકા પર આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વિકાસ જોવા મળી રહ્યો છે.

જે રામના નથી તે કોઈના નથીપારડી વિધાનસભા બેઠક ( Pardi assembly seat )મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજય શાહે આમ આદમી પાર્ટી છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ભાજપથી વિખૂટો પડીને પણ તે વિખૂટો ન રહી શક્યાં. એક વર્ષથી સત્યનિષ્ઠાથી કામ કર્યું કરપ્શનનો વિરોધી રહ્યો પણ જ્યાં કરપ્શન અને જનહિતની વાત જ થતી ન હોય એટલે હું ત્યાં રહી શક્યો નહીં. આવનારા દિવસોમાં મારી સાથેના અન્ય 300 કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. જ્યાં રામ ન હોય ત્યાં કંઈ નહીં હોય, જે રામના નથી તે કોઈના નથી.

જિલ્લામાં ચૂંટણીલક્ષી કાર્યક્રમોનો ધમધમાટ ઉલ્લેખનીય છે કે, બિહાર અને મહારાષ્ટ્રથી પારડી વિધાનસભાના નિરીક્ષક તરીકે આવેલા ભાજપના નેતાઓના હસ્તે કનુભાઈ દેસાઈ પારડી વિધાનસભા બેઠક ( Pardi assembly seat ) ઉપરાંત ઉમરગામ વિધાસભાના ઉમેદવાર રમણલાલ પાટકરના મધ્યસ્થ કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુઁ આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ, વાપીના શહેરના પ્રમુખ, પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details