રાજકોટરાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકને ( Rajkot West Assembly Seat )ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે અત્યાર સુધીમાં આ બેઠક પરથી બે મુખ્યપ્રધાન પણ ચૂંટાયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં આ વખતે ભાજપ દ્વારા ડોક્ટર દર્શિતા શાહને ( Darshita Shah ) ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા મનસુખ કાલરીયાને ( Mansukh Kalaria ) આ બેઠક પરથી ટિકિટ અપાઇ છે અને આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક પરથી દિનેશ જોશી ( Dinesh Joshi )ને ટિકિટ આપવામાં આવી છે. એવામાં પ્રથમ વખત એવું બન્યું છે કે ભાજપ દ્વારા સેકન્ડ કેડરના લીડરને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવતાં બિગ ફાઇટ સીટ ( Big Fight Seat ) બની છે. ત્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં આ બેઠક પર પણ ખરાખરીનો ખેલ જોવા મળી શકે છે.
રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવારભાજપ દ્વારા આ વખતે ડોક્ટર દર્શિતા શાહ ( Darshita Shah )ને રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ( Rajkot West Assembly Seat )પરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ડોક્ટર દર્શિતા શાહ બે ટર્મથી રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાય છે અને તેઓ રાજકોટના બે વખત ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા ડોક્ટર કક્ષાના ઉમેદવારને રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે. દર્શિતા શાહ પ્રથમ વખત જ વિધાનસભાની ચૂંટણી લડે છે. જ્યારે તેમના પિતા અને દાદા સંઘ સાથે જોડાયેલા હતા અને વડાપ્રધાન મોદીની નજીક હતાં.
રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારકોંગ્રેસ ઉમેદવાર મનસુખ કાલરીયા ( Mansukh Kalaria ) એ પાટીદાર નેતા છે. જ્યારે તેઓ રાજકોટના વોર્ડ નંબર 10 માંથી કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે અને કોર્પોરેશનમાં વિરોધ પક્ષના ઉપનેતા પણ રહી ચૂક્યા છે. આ સાથે જ કાલરીયા કોંગ્રેસમાં સતત પ્રયત્નશીલ નેતાની છાપ પણ ધરાવે છે. જ્યારે પશ્ચિમ બેઠક ( Rajkot West Assembly Seat ) પર પાટીદાર મતદારોનો દબદબો જોવા મળે છે. જેને લઇને કોંગ્રેસ દ્વારા રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી મનસુખ કાલરીયાને ટિકિટ આપવામાં આવી છે.
રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર આપ ઉમેદવારરાજ્યોની તમામ બેઠક પર આ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે રાજકોટની હાઈ પ્રોફાઈલ પશ્ચિમ બેઠક ( Rajkot West Assembly Seat )પરથી આમ આદમી પાર્ટી દ્વારા દિનેશ જોશીને ટિકિટ આપવામાં આવી છે. દિનેશ જોષી બ્રહ્મસમાજના ગાંધીગ્રામ વિસ્તારના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. જ્યારે ઓમકારેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી પણ તેઓ છે અને આમ આદમી પાર્ટીમાં સક્રિય છે. જેને લઈને આ વખતે રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા દિનેશ જોષીને ટિકિટ આપવામાં આવી છે.