સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. આ વખતે ભાજપ સામે સત્તા બચાવવાનો પડકાર છે, તેથી કોંગ્રેસ (indian national congress) ફરી એકવાર રાજ્યમાં પોતાનું ખોવાયેલું મેદાન શોધવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ દિલ્હી બાદ પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીએ (aam aadmi party) પણ ગુજરાતની ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી છે. આ બધાની વચ્ચે અમે તમને ગુજરાતના સુરત શહેરની કતારગામ વિધાનસભા (Katargam Assembly Seat )વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેનો ઈતિહાસ શું હતો, અત્યાર સુધી કોનો કબજો રહ્યો છે અને આ વખતે ચૂંટણીમાં ક્યા મુદ્દાઓ પ્રભુત્વ જમાવવાના છે.
2008માં અસ્તિત્વમાં આવી વિધાનસભા:2008માં ગુજરાતમાં વિધાનસભા મતવિસ્તારના નવા સીમાંકન પછી સુરતની કતારગામ વિધાનસભાનું (Katargam Assembly Seat )અસ્તિત્વ પણ આવ્યું. આ વિસ્તાર સુરતના 84 વિધાનસભા મત વિસ્તારનો ભાગ હતો. નવી વિધાનસભાની રચના બાદ ભાજપે અહીંથી જીતીને ગુજરાત વિધાનસભામાં પહોંચેલા નાનુભાઈ વાનાણીને મેદાનમાં ઉતાર્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે નાનુ વાનાણીની ટિકિટ કાપીને વિનોદ મોરડિયાને ધારાસભ્ય બનવાની તક આપી અને પહેલીવાર ધારાસભ્ય બનેલા વિનોદ મોરડિયાને ગુજરાત સરકારના મંત્રાલયમાં સ્થાન મળ્યું. હાલમાં તેઓ શહેરી વિકાસ રાજ્યપ્રધાન છે. એકંદરે કતારગામ મત વિસ્તારની (Assembly seat of Katargam ) રાજકીય પૃષ્ઠભૂમિ ભાજપની તરફેણમાં રહી છે.
બિગ ફાઇટ: 2022ની વિધાનસભા ચૂંટણીમાં કટરગામથી આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપતા આ સીટ ચર્ચામાં આવી છે. ગોપાલ ઈટાલીયા પાટીદાર સમાજમાંથી આવે છે સાથે સાથે પોતાની પાર્ટીમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. કતારગામ વિધાનસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. આ બેઠક પર વિનુભાઈ ફરીથી રિપીટ થયા છે, પરંતુ સુરત શહેરની કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં ઊતરતાં હવે એનાપર જબરજસ્ત ટકરાવ થાય એવાં દૃશ્યો જોવા મળશે. આમ આદમી પાર્ટી દ્વારા સતત રાજ્ય સરકાર પર આક્ષેપો કરવામાં આવતા હતા અને કામગીરીને લઈને તેમને આડા હાથે લેવામાં આવતા હતા. શહેરી વિકાસમંત્રી તરીકે વિનુ મોરડિયાને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે આક્ષેપો કરવાના નહીં, પરંતુ મતદારોને પોતાના તરફેણમાં મતદાન કરવાનો સમય આવી ગયો છે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટી અને ભાજપ દ્વારા પાટીદારો ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આવી બેઠક પરથી અલ્પેશ વરિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસનો ઉમેદવાર ઓબીસીમાંથી આવે છે. પ્રજાપતિ સમાજના છે અને યુવા ચહેરો છે.