ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો સુરતમાં રોડ શો, ભાજપને કેવી કેવી સંભળાવી જૂઓ - ભગવંત માનનો સુરતમાં રોડ શો

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) પ્રચારમાં સુરતમાં ઉધનામાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને ( Bhagwant Mann in Surat )રોડ શો (Road Show in Udhna ) કર્યો હતો.જનસભા સંબોધતી ( AAP Election Campaign ) વખતે તેમણે ભાજપ ઉપર આંકરા પ્રહાર કરતાં ઘણા આક્ષેપો લગાવ્યાં હતાં.

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો સુરતમાં રોડ શો, ભાજપને કેવી કેવી સંભળાવી જૂઓ
પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો સુરતમાં રોડ શો, ભાજપને કેવી કેવી સંભળાવી જૂઓ

By

Published : Nov 22, 2022, 10:17 PM IST

સુરત ગુજરાત વિધાનસભા ચૂંટણીને ( Gujarat Assembly Election 2022 )લઈને ગણતરીને દિવસ બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ જોરોશોરો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજરોજ સુરતમાં અલગ અલગ વિધાનસભા ક્ષેત્રમાં આમ આદમી પાર્ટીના સંયોજક એવા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વરાછામાં રોડ શો કર્યો હતો. તો બીજી બાજુ ઉધના વિધાનસભા ક્ષેત્રમાં આમ આદમી પાર્ટીના સંયોજક એવા પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનએ રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હંતા. રોડ શોના અંતે તેમણે જનસભા સંબોધી હતી. જનસભા સંબોધતી વખતે તેમણે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતાં ઘણા આક્ષેપો લગાવ્યા હતાં.

ભાજપ ઉપર આંકરા પ્રહાર કરતાં ઘણા આક્ષેપો લગાવ્યાં

ભગવંત માને શું કહ્યું પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને કહ્યું કે હું આજે ભાવનગરમાં હતો ત્યારે ચાર થી પાંચ છોકરાઓ મોદી મોદીને નારા લગાવ્યા હતાં. ત્યારે મેં કહ્યું કે આમની માટે તાળી વગાડવામાં આવે. કારણ કે મને લાગી રહ્યું છે કે આમના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આવી ગયા છે. મોદીજી તો પૈસા લઈને મોકલ્યા છે વોટ તો તેમને જ આપશે. દુકાનદારો અમને કહે છે કે, અમારી દુકાનો બંધ કરાવી દેશે. મત આપવાના દિવસે અમે ઝાડુ લગાવીશું.

આ લોકો પાસે ધણુંબધું છેવધુમાં તેમણે જણાવ્યું કે, અમારી પાસે પૈસા નથી. અમારી પાસે લુટેલા માલ નથી. આ લોકો પાસે ધણુંબધું છે. આ લોકો તમારી પાસે આવશે પણ પૈસા લઈને આવશે. ના કહેતા નહીં. લક્ષ્મી ઘરે આવે છે. પરત નહીં કરતા તમારા જ પૈસા છે. એમને કહી દો ઠીક છે અમે ભાજપને મત આપીશું. પરંતુ મત આપવાના દિવસે તમે ઝાડું દબાવીને અમને મત આપજો.

આ લોકો તમારા ઘરના દરવાજાઓ ખખડાવશે. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને કહ્યું કે આપણે જ્યારે પણ નેતાઓના ઘરે નોકરી કાંતો પછી અન્ય કામો લઈને જઈએ છે ત્યારે તમને ચાય નાસ્તો શું એમના ઘરનો દરવાજો પણ ખોલતા નથી. ત્યાં ઘરની બાજુમાં નાની બારી હોય છે ત્યાંથી પીએ બોલે સાહેબ ઘરે નથી. પરંતુ હવે મોકો આવ્યો છે. હવે આ લોકો તમારા ઘરના દરવાજાઓ ખખડાવશે. તમે દરવાજો ખોલતા નહીં અને અંદરથી કહી દેજો અમે પણ ઘરે નથી.ચૂંટણી પછી આવજો. અહીં ભાજપના કાર્યકર્તાઓ પણ ઊભા હશે. હું તો જોઈને ઓળખી જાઉં છું. ભાજપવાળા ઉભા છે કારણ કે, તેમને પોતાના માલિકો ને આ તમામ વાતો કહેવી છે. લોકો પૂછશે નારો કઈ રીતે લાગતો હતો. આપણે આ વખતે ખતરામાં છીએ. એના કરતાં આપણે જોરશોરથી નારાઓ લગાવીએ કે એમના ઘર સુધી પહોંચી જાય.

ABOUT THE AUTHOR

...view details