અમદાવાદઃગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કામાં આજે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં અંદાજિત સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું છે. (The first phase of voting in Gujarat is over) જે ધારણા કરતાં ખૂબ ઓછું મતદાન નોંધાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની દરેક જાહેરસભામાં રેકોર્ડબ્રેક મતદાન કરવા અપીલ કરી હતી, હાલ તેની કોઈ અસર જોવા મળી નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું છે. જે ધારણા કરતાં ઓછું છે. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કુલ મતદાન 69.01 ટકા નોંધાયું હતું. કયા કારણોસર મતદાન ઓછું રહ્યું છે?
સૌથી વધુ અને સૌથી ઓછુ મતદાનઃ આજે સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં 72.32 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછુ મતદાન પોરબંદરમાં 53.84 ટકા થયું હતું.
EVM ખોટકાયાની ફરિયાદઃગુજરાત વિધાનસભાની પ્રથમ ચરણની ચૂંટણીમાં કુલ 19 જિલ્લા પર કુલ 89 બેઠકો માટે મતદાન યોજાયું હતું. (completed all EVMs sealed) એકંદરે મતદાન ખૂબ શાંતિપૂર્ણ રીતે પુરુ થયું છે. ઈવીએમ ખોટકાયાની ફરિયાદો મળી હતી. રાજ્ય ચૂંટણી પંચના કહેવા પ્રમાણે 82 કંટ્રોલ યુનિટ અને 238 જેટલા વીવીપેટ રીપ્લેસ કરાયા હતા. ચૂંટણી પંચને 104 ફરિયાદો મળી છે, અન c- VIGIL થી 221 ફરિયાદો મળી છે.
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 2022 અને 2017ની મતદાનની ટકાવારી
(1) અમરેલી 57.06 61.84
(2) ભરૂચ 63.08 73.42
(3) ભાવનગર 57.81 62.18
(4) બોટાદ 57.15 62.74
(5) ડાંગ 64.84 73.81
(6) દેવભૂમિ દ્વારકા 59.11 59.81
(7) ગિર સોમનાથ 60.46 69.26
(8) જામનગર 56.09 64.70
(9) જૂનાગઢ 56.95 63.15
(10) કચ્છ 55.54 64.34
(11) મોરબી 67.65 73.66
(12) નર્મદા 73.02 80.67
(13) નવસારી 65.91 73.98
(14) પોરબંદર 53.84 62.23
(15) રાજકોટ 57.68 67.29
(16) સુરત 59.55 66.79
(17) સુરેન્દ્રનગર 60.71 66.01
(18) તાપી 72.32 79.42
(19) વલસાડ 65.29 72.97
તમામ જિલ્લામાં મતદાન ઘટયું, તેનુ પ્રથમ કારણઃઉપરોક્ત આંકડા પરથી સ્પષ્ટ થશે કે 19 જિલ્લામાં મતદાન 2017ના મતદાનની ટકાવારી કરતાં તમામ જિલ્લામાં ઘટ્યું છે. તેની પાછળનું પહેલું કારણ જોઈએ તો હાલ લગ્નગાળાની ફુલ સીઝન ચાલી રહી છે. તેમજ ડિસેમ્બરમાં લગ્નના ખૂબ મુહૂર્ત છે. આથી લગ્નવાળા મતદાન કરવા ન ગયા હોય તેવું બની શકે છે.
મતદાન ઘટવાનું બીજુ કારણઃબીજુ કારણ એ પણ છે કે 2017માં ચૂંટણી થઈ ત્યારે 9 ડિસેમ્બર, 2017ને શનિવાર હતો, અને આજે જ્યારે 2022માં ચૂંટણી થઈ રહી છે ત્યારે 01 ડિસેમ્બરને ગુરુવાર છે. એટલે કે વર્કિંગ ડે હોવાથી પણ મતદાન ઘટયું હોય તેવું કહી શકાય.
પાટીદાર અનામત આંદોલન સળગતો ઈસ્યુઃ ત્રીજું 2017માં પાટીદાર અનામત આંદોલનનો સળગતો મુદ્દો હતો, જેથી મતદાનના ટકાવારી ઊંચે ગઈ હતી. પણ આ વખતે કોઈ સળગતો ઈસ્યૂ ન હતો. ચૂંટણીના માહોલ પણ જોઈએ તેવો જામ્યો નથી. આમ આદમી પાર્ટી અને ભાજપનો પ્રચાર રહ્યો છે. ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે ત્યારે ચૂંટણી જેવું લાગતું હતું, તે સિવાયના દિવસો ફિક્કા હતા. બીજી તરફ આમ આદમી પાર્ટીના કેજરીવાલ ગુજરાત આવે ત્યારે માહોલ જામતો હતો. તે સિવાય મુદ્દા વગરની ચૂંટણી રહી છે. આથી મતદાન ઓછુ થયું હોવાનું રાજકીય સમીક્ષકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ચૂંટણીના મુદ્દા અસરકારણ નિવડ્યા નહીઃ ચોથુ કારણ ભાજપ દ્વારા ગુજરાતમાં કોમી હૂલ્લડો, કરફ્યૂ, આતંકવાદી હૂમલા જેવા મુદ્દા ઉપાડ્યા હતા, પણ તે બહુ અસરકારક નિવડ્યા હોય તેવું લાગતું નથી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ જાહેરસભામાં રેકોર્ડબ્રેક મતદાન કરવા અપીલ કરી હતી. તમે બધા ભાજપને મત તો આપવાના જ છો, પણ આ વખતે રેકોર્ડ કરવો છે. આગલા તમામ રેકોર્ડ તૂટે. એટલે કે મતદાનનો રેકોર્ડ તોડવો છે અને વધુ બેઠકો મેળવીને આગલો રેકોર્ડ તોડવો છે. તમે બધા મતદાન કરવા જશો ને? વડાપ્રધાન મોદી આ અપીલ ફેઈલ ગઈ છે. 2017 કરતા પણ ઓછુ મતદાન થયું છે.