ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

'નો-રિપીટ'ની થિયરી અપનાવે છે આ વિધાનસભાના મતદારો, જાણો તલાલા બેઠકના લેખા-જોખા - વડાપ્રધાન

વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તાલાલા બેઠકનો (Talala assembly seat of Gir Somnath) જંગ ખુબ રસપ્રદ રહ્યો છે. તાલાલામાં સતત બીજી વાર કોઇ જીતતું નથી. અહીંની જનતા દરેક ટર્મમાં પ્રજા ધારાસભ્યને બદલી નાંખે (No Repeat Theory) છે. જેનો ગઢ ગણતો હતો તે જશુભાઇ પણ 2002માં હાર્યા હતા. ગોવિંદભાઇ પરમાર પણ બે વાર હાર્યા હતા. વર્ષ 2016માં ગીર સોમનાથની તાલાલા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ બારડના અવસાનને કારણે ખાલી પડેલી સીટ પર પેટા ચૂંટણી યોજાઈ હતી.ત્યાં ભાજપે બાજી મારી લીધી છે.

'નો-રિપીટ'ની થિયરી અપનાવે છે આ વિધાનસભાના મતદારો
assembly-voters-adopt-the-no-repeat-theory-know-the-details-of-the-talala-seat

By

Published : Nov 19, 2022, 4:47 PM IST

Updated : Nov 19, 2022, 7:28 PM IST

ન્યુઝ ડેસ્ક:ગીર સોમનાથની જિલ્લાની તાલાલા વિધાનસભા બેઠક (Talala assembly seat of Gir Somnath) ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષો માટે હંમેશા પ્રતિષ્ઠાનો જંગ રહી છે. આ બેઠકના મતદારો એટલા સચેત છે કે તેઓ દરેક ચૂંટણીમાં પરીવર્તનનો નિયમ લાગૂ (No Repeat Theory) કરી દે છે. ગુજરાતમાં ફરી વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022) યોજાઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) વેરાવળ ખાતે એક સભા યોજાઈ છે.તો ચાલો જાણીએ તાલાલા વિધાનસભા બેઠક (talala assembly constituency) પર મતદારોના મૂડ અને રાજકીય ઉતાર ચઢાવો વિશે.

2017ની વિધાનસભા ચૂંટણીનું પરિણામ

તાલાલાનો રાજકિય ઈતિહાસ: 'નો રિપીટ' થિયરીને અપનાવાતી તલાલા વિધાનસભા વેઠક પર દર વખતે ચૂંટણી રસપ્રદ રહેતી હોય છે. તાલાલામાં સતત બીજી વાર કોઇ જીતતું નથી. અહીંની જનતા દરેક ટર્મમાં પ્રજા ધારાસભ્યને બદલી નાંખે છે. જેનો ગઢ ગણતો હતો તે જશુભાઇ પણ 2002માં હાર્યા હતા. ગોવિંદભાઇ પરમાર પણ બે વાર હાર્યા હતા.1975માં તાલાલા બેઠકની રચના થઇ હતી. 1975થી 2012 સુધીની ચૂંટણી પર નજર નાંખવામાં આવે તો બીજી ટર્મ માટે કોઇ જીતતું નથી.1975 બાદ બે વખત એક માત્ર જશુભાઇ બારડની જીત જ થઇ છે. ભાજપના ઉમેદવાદ ગોવિંદભાઇ બન્ને વાર જશુભાઇ સામે હાર્યા છે. એટલે જ આ બેઠકને પોતાનો ગઢ બનાવવો કોઇ પણ પક્ષ માટે લગભગ અશક્ય છે.તલાલા વિધાનસભા બેઠકની વાત કરીયે તો આ બેઠક પર 2017માં કોંગ્રેસના ભગાભાઇ આહીરની જીત થઇ હતી.કોંગ્રેસના ભગાભાઇ આહીરને 85 હજાર 897 વોટ મળ્યા હતા જયારે ભાજપના પરમાર ગોવિંદભાઈને 54167 જેટલા મત મળ્યા હતા.તલાલા વિધાનસભા બેઠકની વાત કરીયે તો આ બેઠક પર 2017માં કોંગ્રેસના ભગાભાઇ આહીરની જીત થઇ હતી.કોંગ્રેસના ભગાભાઇ આહીરને 85 હજાર 897 વોટ મળ્યા હતા જયારે ભાજપના પરમાર ગોવિંદભાઈને 54167 જેટલા મત મળ્યા હતા. વર્ષ 2016માં ગીર સોમનાથની તાલાલા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ બારડના અવસાનને કારણે ખાલી પડેલી સીટ પર પેટા ચૂંટણી યોજાઈ હતી.ત્યાં ભાજપે બાજી મારી લીધી છે. તાલાલા બેઠક પરથી ભાજપ પક્ષના ઉમેદવાર ગોવિંદ પરમારને 2443 મતથી જીત મળી હતી. જયારે કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનાર ભગવાન બારડને હાર મળી હતી.

તલાલા વિધાનસભાના મતદારો

મતદારોની સંખ્યા: 2022 વિધાનસભા ચૂંટણીમાં આ બેઠકમાં કુલ 234839 મતદારો છે. જેમાંથી 120093 પુરુષ મતદારો અને 114743 મહિલા મતદારો છે. જ્યારે 3 અધર મતદાતાઓ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે.

બેઠક પર મતદારોની માંગ

બેઠકની ખાસિયત: આ બેઠક ગીર સોમનાથ જિલ્લામાં આવેલી. આ બેઠકમા તાલાલા તાલુકો, સુત્રાપાડા તાલુકો અને મેંદરડા તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાલાલા પ્રખ્યાત કેસર કેરી માટે જાણીતું છે. કેસર કેરીની માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. સાસણ ગીર એશિયાટિક સિંહના કારણે જગવિખ્યાત છે. દક્ષિણ આફ્રિકાના સીદી બાદશાહની વસતી માત્ર આજ તાલુકામાં જોવા મળે છે. આ બેઠક પર કોંગ્રેસ 2007, 2012 અને 2017માં વિજયી થઇ છે.

બેઠકની ખાસિયત

બેઠક પર મતદારોની માંગ:વિકાસના નામે આ બેઠક હજુ પણ ઘણી પાછળ છે. લોકો અહીં પ્રાથમિક સુવિધાઓના અભાવ નીચે જીવવા મજબુર થયા છે. અહીંના લોકોને રોડ-રસ્તા, આરોગ્ય તેમજ વાહનવ્યવહાર જેવી પાયાની જરૂરીયાતો માટે ભટકવું પડે છે. પાયાની જરૂરિયાતોથી વંચિત મતદારોમાં સત્તાધીશો સામે ભારોભાર રોષ ભભૂકી રહ્યો છે. તેથી આગામી ચૂંટણીમાં આ બાબતો એક મહત્વનો મુદ્દો સાબિત થઇ શકે છે, જે મતદારોનો મૂડ નક્કી કરશે.

Last Updated : Nov 19, 2022, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details