દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાંGujarat Assembly Election Result 2022) ભાજપની 156 બેઠકો સાથે ભવ્ય જીત(BJP wins with 156 seats) થઈ છે. જ્યારે કોંગ્રેસનો 17 બેઠકો સાથે કારમો પરાજય થયો છે. આમ આદમી પાર્ટીએ(Arvind Kejriwal made a statement on Gujarat results) 5 બેઠકો સાથે પોતાનું ખાતું ખોલાવ્યું છે. આપના સીએમ ફેસ ઈસુદાન ગઢવી અને આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની પણ હાર થઈ હતી.
ETV Bharat / assembly-elections
ભાજપના ગઢને ભેદવામાં સફળ થયા, હવે ગઢ પણ જીતી લઈશું- કેજરીવાલ - aam aadmi party win 5 seats
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં(Gujarat Assembly Election Result 2022) આમ આદમી પાર્ટીએ 5 બેઠકો સાથે પોતાનું ખાતું ખોલાવ્યું છે. અરવિંદ કેજરીવાલે(Delhi Chief Minister Kejriwal) વીડિયો દ્વારા બદલ ગુજરાતની જનતાના પ્રેમ બદલ આભાર(Arvind Kejriwal made a statement on Gujarat results) વ્યક્ત કર્યો હતો. AAPના રાષ્ટ્રીય પક્ષ બનવા બદલ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જણાવ્યું હતું કે આ વખતે ભાજપના કિલ્લાને તોડવામાં સફળ થયા છીએ. હવે કિલ્લો પણ જીતી લઈશું.
ભાજપના કિલ્લાને ભેદવામાં સફળ: અરવિંદ કેજરીવાલે AAPના રાષ્ટ્રીય પક્ષ બનવા બદલ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જણાવ્યું હતું કે આ વખતે ભાજપના કિલ્લાને ભેદવામાં સફળ થયા છીએ. હવે ગુજરાતની જનતા આવી જ રીતે પ્રેમ વરસાવતી રહેશે તો હવે પછીની ચૂંટણીમાં કિલ્લો પણ જીતી લઈશું. તેમણે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જેટલા વોટ મળ્યા છે તે કાયદા મુજબ તેમની પાર્ટી હવે રાષ્ટ્રીય પાર્ટી બનશે. કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી 10 વર્ષ પહેલા જ બની હતી. આટલા ઓછા સમયમાં લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે.
આપને 13 ટકા વોટ શેર:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વોટ શેરના સંદર્ભમાં, ભાજપે અત્યાર સુધીમાં 53 ટકા વોટ શેર મેળવ્યો છે, જે 2017ની વિધાનસભા ચૂંટણીના 49.1 કરતા લગભગ ચાર ટકા વધુ છે. કોંગ્રેસ પાસે 27 ટકા વોટ શેર છે. ગત વખતના 41.4 ટકા વોટ શેરની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. આમ આદમી પાર્ટીને ચાર, અપક્ષોએ ત્રણ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી છે.