ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે જગદીશ પારેખની નિમણૂક - ભારતીય જનતા પાર્ટી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ પહેલા નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પ્રમુખ સંદીપ દેસાઇએ ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી કરતાં જગદીશ પારેખને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે જગદીશ પારેખની નિમણૂક
સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે જગદીશ પારેખની નિમણૂક

By

Published : Nov 15, 2022, 1:33 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

સુરતજિલ્લા ભારતીય જનતા પાર્ટીના (Surat District Bharatiya Janata Party) કાર્યકારી પ્રમુખતરીકે જગદીશ પારેખની વરણી કરવામાં આવી છે. વર્તમાન પ્રમુખ સંદીપ દેસાઇએ ચોર્યાસી વિધાનસભા બેઠકપરથી ઉમેદવારી કરતાં જગદીશ પારેખને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

પાર્ટીએ તેમની પસંદગી કરી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના (Gujarat BJP Party) પ્રમુખ સંદીપ દેસાઇને ચોર્યાસી વિધાનસભાની (Surat assembly seat) ટિકિટ મળતા તેમની જગ્યાએ કાર્યકારી પ્રમુખ તરીકે હાલના મહામંત્રી જગદીશ પારેખની નિમણૂક કરવામાં આવી છે. એક ટર્મથી મહામંત્રી તરીકે ફરજ બજાવતા જગદીશ પારેખની સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ પર સારી પકડ હોવાની સાથે કામ કરાવવાની આવડતને કારણે પાર્ટીએ તેમની પસંદગી કરી હોવાનું કાર્યકરોમાં ચર્ચાય રહ્યું છે.

પ્રમુખની જગ્યા ખાલીસંદીપ દેસાઇ ચોર્યાસી વિધાનસભામાંથી ઉમેદવારી નોધાવતા પ્રમુખની જગ્યા ખાલી પડી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંદીપ દેસાઇએ ચોર્યાસી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં મોવડી મંડળ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી છે. તેઓ પોતે ઉમેદવાર હોવાથી સમગ્ર જિલ્લામાં ધ્યાન આપી શકે એમ ન હોય તેથી તેમની જગ્યાએ કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવી જરૂરી હતી.

મજબૂત પકડજિલ્લાના કાર્યકરો પર મજબૂત પકડ જિલ્લાની તમામ વિધાનસભા પર મજબૂત પકડ જમાવી શકે એવા નેતા તરીકે જગદીશભાઈ પારેખને કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જગદીશભાઈ પારેખ માંડવી નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. આ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડના ડિરેક્ટર, તેમજ હાલ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. જગદીશભાઈ માંડવી વિસ્તારની કેટલીક સામાજિક, સહકારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ મહત્વના હોદ્દા પર બિરાજમાન છે. તેમની કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક થતાં તેમના સમર્થકોએ અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details