ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

મેઘા પાટકર અને કોંગ્રેસને નર્મદાની ઊંચાઈ મામલે આડે હાથ લેતા અમિત શાહ - rahul gandhi congres

મેઘા પાટકર અને કોંગ્રેસને નર્મદાની ઊંચાઈ મામલે આડે હાથ લેતા અમિત શાહ મહુવા સભામાં (Mahuva assembly seat)પ્રહાર કર્યા હતા.ભાવનગર જિલ્લામાં ભાજપના બે મોટા નેતાની જાહેર સભાનું આયોજન કરાયું હતું.ગારીયાધારમાં યોગી અને મહુવામાં અમિત શાહ હાજરી આપી હતી. અમિત શાહે કોંગ્રેસ અને મેઘ પાટકર પર પ્રહારો કર્યા હતા.

મેઘા પાટકર અને કોંગ્રેસને નર્મદાની ઊંચાઈ મામલે આડે હાથ લેતા અમિત શાહ
amit-shah-critisize-megha-patkar-and-congress-on-the-issue-of-height-of-narmada-dam

By

Published : Nov 27, 2022, 3:01 PM IST

ભાવનગર:ભાવનગર જિલ્લાની મહુવા વિધાનસભા(Mahuva assembly seat) ઉપર ભાજપ દ્વારા અમિત શાહની (home minister amit sahh) સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના ગ્રહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહીને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. ભાવનગર જિલ્લાના મહુવામાં ભાજપના ઉમેદવાર શીવાભાઈ ગોહિલના સમર્થનમાં દેશના ગ્રહમંત્રી અમિત શાહની જંગી જાહેરસભાનું આયોજન મહુવા માર્કેટિંગ યાર્ડમાં (mass meeting of amit shah in marketing yard) કરવામાં આવ્યું હતું. સભામાં આવેલા અમિત શાહએ કોંગ્રેસ ઉપર નિશાન ટાંકીને નર્મદાનું પાણી રોકનાર મેઘા પાટકર (attack on medha patkar) અને રાહુલ ગાંધીને આડે (rahul gandhi congres) હાથ લીધા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને સૌની યોજનાથી ખેતરો સુધી પાણી પોચાડ્યું હોવાનું જણાવ્યું હતું.

મેઘા પાટકર અને કોંગ્રેસને નર્મદાની ઊંચાઈ મામલે આડે હાથ લેતા અમિત શાહ

કોંગ્રેસને જુના દિવસો યાદ કરાવ્યા:મહુવા આવેલા અમિત શાહે મેઘા પાટકરની રાહુલ ગાંધી સાથેની પદયાત્રાનો પગલે પણ પ્રહાર કર્યા હતા. મેઘા પાટકરે નર્મદાની ઊંચાઈ રોકવામાં 20 વર્ષ રોડા નાખ્યાના આક્ષેપ કર્યા હતા.અમિત શાહે કોંગ્રેસને લાજવાને બદલે ગાજી રહી હોવાનું જણાવ્યું હતું. અમિત શાહે રામ મંદિર 2024માં તૈયાર થઈ જશે.આથી 1 તારીખે તમે શિવાભાઈને નહિ ઓન ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર લાવી રહ્યા છો.તેમ જણાવી મતદાન કરવા અપીલ કરી હતી.
વિજય બનાવવા માટેનું વચન: અમિત શાહ સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે સાથે અરવિંદ કેજરીવાલ તેમજ મેઘા પાટકર ઉપર શબ્દરૂપી આકરા પ્રહારો કર્યા હતા. સભાના અંતમાં મહુવાની જનતા પાસે ભાજપને વિજય બનાવવા માટેનું વચન પણ માંગ્યુ હતું.

સ્ટાર પ્રચારકોના ધામા:અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્ય ચૂંટણીના માહોલમાં રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ પાર્ટીના સ્ટાર પ્રચારકો પોતાના કાર્યક્રમો અને સભાઓનું યોજી રહ્યાં છે. કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી કે પછી અન્ય કોઈ પક્ષ હોય તમામે તમામ સ્ટાર પ્રચારકો પોતાની તાકાત અને પોતાના શબ્દો રૂપી પ્રજાને મત લેવા માટે સભાઓ તેમજ કાર્યકરો સાથે બેઠકો કરી ચૂંટણી જીતવા માટેના તમામ પ્રયત્નો કરતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details