અમદાવાદ ચૂંટણીને હવે થોડા દિવસની વાર છે ત્યારે પાર્ટીઓ દ્વારા એકબીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરજમાં રાખવા આવેલા હોમગાર્ડને લઈને આક્ષેપ ( Allegations against Home Guard Commandant )કરવામાં આવ્યા છે. રાજ્યના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા કમાન્ડન્ટને વિધાનસભાની ચૂંટણી માટે ફરજ પર રાખવામાં આવ્યા છે. તેને લઈને કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે 39 હોમગાર્ડ કમાન્ડન્ટ અલગ અલગ જિલ્લા અને શહેરમાં ફરજ બજાવે છે. જેમાં 36 જેટલા કમાન્ડન્ટ માત્ર ભાજપ સાથે સંકળાયેલા છે.
કોંગ્રેસ દ્વારા પુરાવા રજૂ કરવામાં આવ્યાઆ મામલે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ગંભીર આક્ષેપ ( Congress Spokesperson Parthivarajsinh Kathawadia ) કરતાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના જે કમાન્ડન્ટ છે એમાં 39 શહેરના જિલ્લા અને શહેરમાં કમાન્ડન્ટમાંથી માત્ર ચાર કે પાંચ પોલીસ ખાતાના ડીવાયએસપી અથવા તો એસપી કક્ષાના અધિકારી છે. બાકીના બીજા બધા જ લોકો જે છે જે કમાન્ડન્ટનો હોદ્દો ભોગવી રહ્યા છે તે સીધી રીતે ભાજપ સાથે સંકળાયેલા ( Allegations against Home Guard Commandant )છે. કમાન્ડન્ટ ભાજપ સાથે સંકળાયેલા છે એના પુરાવા પણ કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતાં. ઘણા બધા કમાન્ડન્ટના ફોટા ભાજપના નેતા જોડે, ભાજપના ખેસ પહેરેલાં દેખાઇ આવે છે.