સુરતઃગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly electoin 2022) મતદાન દિવસ નજીક આવતા કોઈ ઉમેદવાર કોઈ રીતે ફોર્મ પાછું ન ખેંચી લે એ માટે પાર્ટી સતર્ક થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. સુત્રો તરફથી મળી રહેલી જાણકારી (Aam Admi party Surat) અનુસાર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ ગણિત બગડે નહીં એ માટે પાર્ટીએ કેટલાક ઉમેદવારોને અજાણ્યા સ્થળે ખસેડ્યા છે. બેઠકના નામે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને એક જગ્યાએ ભેગા કરી દીધા છે. પોતાના વિધાનસભા મતવિસ્તારથી દૂર નવસારીમાં બેઠક હેતું બોલાવી લીધા છે.
શું કહે છે પ્રવક્તાઃ પરંતુ, પ્રવક્તા યોગેશ જાદવાણી કહે છે કે, તમામ ઉમેદવારો પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. કેટલાકને બેઠકને હેતું નવસારી બોલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી માટે નોમિનેશન ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. જેની સમયમર્યાદા બપોરે 3 વાગ્યા સુધીની છે. સુરત પૂર્વમાં જે રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ અચાનક નોમિનેશન ફોર્મ પાછું ખેંચી લીધું છે જેના કારણે આમ આદમી પાર્ટી હવે કોઈ પ્રકારનું જોખમ લેવા નથી માંગતી.