ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

જમાલપુરમાં સંબોધન દરમિયાન રડી પડ્યા અસદુદ્દીન ઓવૈસી - election news

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું(gujarat legislative assembly 2022) આવતીકાલે બીજા તબક્કાનું મતદાન(second Phase of voting થનાર છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ AIMIM(The All India Majlis-E-Ittehadul Muslimeen)એ છેલ્લા કેટલાક દિવસોથી પૂરજોશમાં પ્રચાર કર્યો હતો. ત્યારે અમદાવાદના જમાલપુરમાં ચૂંટણી રેલીને સંબોધતા AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી(AIMIM President Asaduddin Owaisi) રડી પડ્યા હતા. ફરી કોઈ બિલ્કિસ સાથે અન્યાય ન થાય તે માટે સાબીરને સાબિરને જીતાડવા અપીલ કરી હતી.

જમાલપુરમાં સંબોધન દરમિયાન રડી પડ્યા અસદુદ્દીન ઓવૈસી
જમાલપુરમાં સંબોધન દરમિયાન રડી પડ્યા અસદુદ્દીન ઓવૈસી

By

Published : Dec 4, 2022, 9:23 AM IST

અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું(gujarat legislative assembly 2022) આવતીકાલે બીજા તબક્કાનું મતદાન(second Phase of voting) થનાર છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ AIMIM(The All India Majlis-E-Ittehadul Muslimeen)એ છેલ્લા કેટલાક દિવસોથી પૂરજોશમાં પ્રચાર કર્યો હતો. અમદાવાદના જમાલપુરમાં AIMIMના પ્રમુખ અસદુદ્દીન(AIMIM President Asaduddin Owaisi) ઓવૈસી ચૂંટણી રેલીને સંબોધતા રડી પડ્યા હતા. ચૂંટણીમાં સાબિરને જીતાડવા અપીલ કરી હતી.

જમાલપુરમાં સંબોધન દરમિયાન રડી પડ્યા અસદુદ્દીન ઓવૈસી

ઓવૈસી રડી પડ્યા: અમદાવાદના જમાલપુરમાં AIMIM પાર્ટીના ઉમેદવાર સાબિર કાબલીવાલાના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અસદુદ્દીન ઓવૈસીએ રેલી કરવા માટે અમદાવાદના જમાલપુર પહોંચ્યા હતા. અસદુદ્દીન ઓવૈસી સાબિર કાબલીવાલા માટે મત માંગતી વખતે અચાનક રડી પડ્યા હતા. રડતા રડતા અસદુદ્દીન ઓવૈસીએ લોકોને સાબિરને જીતાડવા અપીલ કરી હતી. તેમણે પરવદિગારને યાદ કરીને કહ્યું હતું કે સાબીરને જિતાડવામાં આવે, જેથી અહીં ફરી કોઈ બિલ્કિસ સાથે અન્યાય ન થાય. રેલીમાં રડતાં રડતાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે અલ્લાહ સાબીરને જીત આપે. ઓવૈસીએ ગુજરાતમાં ગરબામાં પથ્થરબાજોને જાહેરમાં લાકડીઓ વડે માર મારવાનો કિસ્સો પણ ઉમેર્યો હતો અને અલ્લાહને યાદ કરી કહ્યું હતું કે સાબીરને વિજય આપો, જેથી આવી ઘટનાઓ ફરી ક્યારેય ન બને.

AIMIM 14 ઉમેદવાર સાથે મેદાને:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ત્રિપાંખિયો જંગ જોવા મળવાનો છે, કારણ કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે રસાકસીનો જંગ જામવાનો છે. એવામાં આ વખતની ચૂંટણીમાં ઓવૈસીની AIMIM પાર્ટીએ 14 ઉમેદવાર સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, જેમાં માંડવી બેઠક પર એડવોકેટ મહંમદ ઇકબાલ માંજાળિયા, ભુજ બેઠક પર સકીલ મહંમદ, સૂરત પૂર્વ બેઠક પર વસીમ ઇકબાલ ખોકર, ખંભાળિયા બેઠક પર બુખારી યાકુબ મોહમ્મદ, માંગરોળ બેઠક પર સુલેમાન પટેલ, લિંબાયત બેઠક પર અબ્દુલ બશીર શેખ, ગોધરા બેઠક પર હસન શબ્બીર કાચબા, વેજલપુર બેઠક પર ઝૈનબ શેખ, દરિયાપુર બેઠક પર હસનખાન સમશેરખાન પઠાણ, જમાલપુર-ખાડિયા બેઠક પર સાબીર કાબલીવાલા, દાણીલીમડા બેઠક પર કૌશિકાબહેન પરમાર, વડગામ (SC) બેઠક પર કલ્પેશ સુંધિયા અને સિદ્ધપુર બેઠક પર અબ્બાસ મોહમ્મદ શરીફ નોડસોલાને ટિકિટ આપી છે.

ABOUT THE AUTHOR

...view details