ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

AAPએ બહાર પાડી 13મીઉમેદવારોની યાદી, ભાજપમાં સામેલ થયા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ

કોંગ્રેસના બે સીનીયર ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ ઓફિસમાં સોંપો પડી ગયો હતો. પ્રદેશ નેતાઓએ આખો દિવસ ચર્ચા કરી હતી અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, હવે પછી કોઈ કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાશે નહી, તેવી ફુલપ્રુફ તૈયારી કરી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારોની યાદી (AAP released list of 12 candidates) જાહેર કરી છે.

AAPએ બહાર પાડી 12ઉમેદવારોની યાદી, ભાજપમાં આવ્યા મોટા સમાચાર
AAPએ બહાર પાડી 12ઉમેદવારોની યાદી, ભાજપમાં આવ્યા મોટા સમાચાર

By

Published : Nov 9, 2022, 10:24 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાનું 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે, જે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 14 નવેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. આજ સુધીમાં કુલ 12 ફોર્મ ભરાયા છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ ડેપ્યુટી મુખ્યપ્રધાન નિતીન પટેલ સહિત અન્ય દિગ્ગજ નેતાઓએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખીને આગામી વિધાનસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.

AAPના 12ઉમેદવારોની યાદી

પાંચ પ્રધાનોએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર: વિજય રૂપાણી, નિતીન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્મા, આર સી ફળદુ અને પ્રદિપસિંહ જાડેજા આગામી વિધાનસભાની ચૂંટણી નહી લડે. સીઆર પાટીલને પત્ર લખીને આ દિગ્ગજ નેતા અને રૂપાણી સરકારમાં આ તમામ કેબિનટ પ્રધાન હતા, તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. તેમજ તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય આજે ભાજપમાં જોડાયા હતા.

આજે નામ થશે ફાઈનલ:દિલ્હીમાં આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મોડી સાંજે મળી છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ પક્ષ પ્રમુખ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાતના પ્રથમ તબક્કાના મતદાનના દિવસની ઉમેદવારોની યાદી ફાઈનલ થશે અને તેની સત્તાવાર જાહેરાત 10 નવેમ્બરને ગુરુવારે થઈ શકે છે.

AAPના 12ઉમેદવારોની યાદી

AAPની 12 ઉમેદવારોની યાદી જાહેર:આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારોની યાદી (AAP released list of 12 candidates) જાહેર કરી છે. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાનું નામ સામેલ કરવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલિયાને સુરતના કતારગામના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે મનોજ સોરઠીયાને કરંજ વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ગુજરાતના પ્રભારી રાઘવ ચઢ્ઢા આજે સુરતમાં પ્રચાર કરવા આવ્યા હતા અને તેમણે સુરત જિલ્લાના રૂરલ વિસ્તારમાં રોડ શો કર્યો હતો. આમ આદમી પાર્ટીએ આજે 20 સ્ટારપ્રચારકની યાદી જાહેર કરી હતી, તેમાં જાણીતા ક્રિકેટર હરભજનસિંહનું નામ સ્ટાર પ્રચારકની યાદીમાં છે.

કોંગ્રેસના બે સીનીયર નેતા ભાજપમાં જોડાયા: કોંગ્રેસના બે સીનીયર ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ ઓફિસમાં સોંપો પડી ગયો હતો. પ્રદેશ નેતાઓએ આખો દિવસ ચર્ચા કરી હતી અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, હવે પછી કોઈ કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાશે નહી, તેવી ફુલપ્રુફ તૈયારી કરી છે. જો કે ઉલટી ગિનતીવાળી ઘડિયાળ લગાવ્યાના 24 કલાકમાં જ કોંગ્રેસના બે દિગ્ગજ નેતા ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસ ભવન પર લગાવેલી ઘડિયાળ આજે બે મીનિટ માટે બંધ થઈ ગઈ હતી, પણ ટેકનિશિયનો દ્વારા તેને તુરંત ચાલુ કરાઈ હતી, ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ કોમેન્ટ કરી હતી કે બે મીનિટ ઘડિયાળ રોકાઈને બે ધારાસભ્યો ભાજપમાં (Gujarat Assembly Election 2022) જતા રહ્યા.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details