ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આપનો નેશનલ પાર્ટીનો દરજ્જો પાકો થયો, 5 ઉમેદવાર જીત્યાં - National Party Status

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election Result 2022) ગુજરાતમાં ત્રીજા પક્ષ આમ આદમી પાર્ટીની વિધાનસભામાં એન્ટ્રી સાથે ઐતિહાસિક બની છે. આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારોની જીત (Aam Aadmi Party gains in Gujarat elections )થઇ છે. ભૂપેન્દ્ર ભાયાણી વિસાવદરથી અને હેમંત ખવા જામ જોધપુરથી અને ડેડીયાપાડાથી ચૈત્ર વસાવા,ગારીયાધારથી સુધીર વાઘાણી અને બોટાદથી ઉમેશ મકવાણાની જીત થઇ છે. આપે ભાજપની 2, બીટીપીમાંથી 1 અને કોંગ્રેસમાંથી 2 બેઠક ખેરવી છે. આ જીતનું શું મહત્ત્વ (Aam Aadmi Party Result in Gujarat Assembly Election 2022 ) છે તે જાણીએ.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીનું પરિણામ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીનું પરિણામ

By

Published : Dec 8, 2022, 9:46 AM IST

Updated : Dec 8, 2022, 8:21 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામનું વલણ (Gujarat Assembly Election Result 2022) સ્પષ્ટ થઇ ગયું છે. ત્યારે કેટલીક બેઠકો પર ઉમેદવારોની જીત પણ સ્પષ્ટ થઇ ગઇ છે. આ પરિણામો થકી આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં પગપેસારો Aam Aadmi Party gains in Gujarat elections કરી લીધો છે. આ ચૂંટણી આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં નવું સોપાન સર (Aam Aadmi Party Result in Gujarat Assembly Election 2022 ) કરનારી બની ગઇ છે. આ સાથે રાજ્યમાં 12.9 ટકા વોટ શેર મળી ગયો છે. આ સાથે આમ આદમી પાર્ટીની સૌથી મોટી સીમાચિહ્ન સર કર્યું છે ભારતમાં વધુ એક નેશનલ પાર્ટી (AAP National Party Status) બનવાનું.

આપનો ટાર્ગેટ પૂર્ણ

આપના પાંચ ઉમેદવારો જીત્યાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામોની (Gujarat Assembly Election Result 2022) ટેલીમાં આપના ત્રણ ઉમેદવાર જીત દર્શાવી રહ્યાં છે. ભૂપેન્દ્ર ભાયાણી જૂનાગઢના વિસાવદર બેઠક પરથી. હેમંત ખવા જામજોધપુર બેઠકથી અને ડેડીયાપાડા બેઠકથી ચૈત્ર વસાવા, ગારીયાધારથી સુધીર વાઘાણી અને બોટાદથી ઉમેશ મકવાણાની જીત પાકી થઇ ગઇ છે. ગારીયાધાર બેઠક પર આપના સુધીર વાઘાણીએ 4680 મતથી ભાજપના 6 ટર્મથી જીતતા કેશુ નાકરાણીને હારનો સ્વાદ ચખાડ્યો છે. 12.87 ટકા વોટ શેર આ ત્રણ બેઠક પર આવી રહ્યો છે જે ઓવરઓલ બેઠકના પરિણામ સાથે સ્પષ્ટ થશે કે ગુજરાતના કુલ વોટ શેરમાંથી આપની આ ત્રણ બેઠકો પરની જીત સાથે કેટલા ટકા વોટ શેર (AAP National Party Status) મળ્યો છે.

પાંચ બેઠકની આંકડાકીય માહિતી આમ આદમી પાર્ટીએ જીતેલી ચાર બેઠકો વિસાવદર બેઠક, જામજોધપુર બેઠક અને ડેડીયાપાડા અને ગારીયાધાર અને બોટાદના આંકડા બપોર સુધીની ચૂંટણી પંચની માહિતી અનુસાર છે. 2017માં વિસાવદર બેઠક કોંગ્રેસ પાસે હતી જ્યાં હર્ષદ રિબડીયા એમએલએ હતાં. જામજોધપુર બેઠક કોંગ્રેસના ચિરાગ કાલરિયા એમએલએ હતાં. ડેડીયાપાડા બેઠક પર બીટીપીમાંથી મહેશ વસાવા એમએલએ હતાં. ગારીયાધાર બેઠક પર ભાજપના કેશુ નાકરાણી એમએમલએ હતાં. બોટાદ બેઠક પર સૌરભ પટેલ એમએલએ હતાં. એટલે કે આપે ભાજપની બે, બીટીપીમાંથી એક અને કોંગ્રેસમાંથી બે બેઠક ખેરવી લીધી છે.

સૌપહેલાં વિસાવદર બેઠક જોઇએ. આ બેઠક પર જાયન્ટ કેન્ડિડેટ હતાં પહેલાં કોંગ્રેસના અને ચૂંટણી પહેલાં જ ભાજપના બનેલા ઉમેદવાર હર્ષદ રિબડીયાને 56,511 મત, કોંગ્રેસના કરસન વાડોદરિયાને 14,886 અને ભૂપેન્દ્ર ભાયાણી 63,149 મત મળ્યાં છે. જે બેઠક પર નોંધાયેલા કુલ મત 1,38,548માંથી 45.58 ટકા મત મેળવ્યાં હોવાનું દર્શાવે છે.ભૂપેન્દ્ર ભાયાણી તેમના નજીકના હરીફ ભાજપના હર્ષદ રિબડીયા સામે 6638 મતની લીડથી આ લખાય છે તેવામાંં જીત્યાં છે.

આપે જીતેલી બીજી મહત્ત્વની બેઠક છે જામનગર જિલ્લાની જામજોધપુર બેઠક. આ બેઠક પર હેમંતભાઈ હર્ષદભાઈ આહીર જે હેમંત ખવા નામે જાણીતાં છે તેઓ ચૂંટણી જીત્યાં છે. તેમણે 70,659 મત મેળવ્યાં છે. જે કુલ મત 1,48,876 મતના 47.46 ટકા વોટ શેર દર્શાવી રહ્યાં છે. હેમંત ખવાની નજીકના હરીફ ભાજપના ઉમેદવાર ચીમન સાપરીયાના ખાતામાં 60,336 મત છે. આથી આંકડા પ્રમાણે ખવાની લીડ 10,323 મત દર્શાવે છે.

ત્રીજી બેઠક ડેડીયાપાડા આમ આદમી પાર્ટીએ જીતી છે. જે આદિવાસી વિસ્તારમાં તેની પેઠ કરાવી રહી છે. આ બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવાની જીત થઇ છે. ચૈત્ર વસાવાને 91,395 મત મળ્યાં છે જે કુલ મત 1,60766 મતમાંથી કુલ વોટ શેર 56.85 ટકા મત મેળવ્યાં હોવાનું જણાવે છે. ચૈતર વસાવાના નજીકના હરીફ ભાજપના હિતેશ વસાવાને 54,544 મત મળ્યાં છે.આમ આ બેઠક હવે આપના નામે થઇ ગઇ છે.

ચોથી બેઠક ગારીયાધાર કબજે કરી છે. ગારીયાધારમાં ભાજપના સતત 6 ટર્મથી જીતતા રહેલાં કેશુ નાકરાણીને આપ ઉમેદવાર સુધીર વાઘાણીએ હરાવ્યાં છે. સુધીર ભાયાણીને 60,463 મત મળ્યાં છે જ્યારે કેશુ નાકરાણીને 55,773 મત મળ્યાં છે. જે કુલ મત 1,40,221ના 43.46 ટકા વોટ શેર દર્શાવે છે.આ આંકડો ત્રણ વાગ્યા સુધીના અપડેટનો છે.

પાંચમી બેઠક બોટાદ પર આપ ઝાડુ ચાલ્યું છે.આ બેઠક પરથી ઉમેશ મકવાણા જીતી ગયાં છે. ઉમેશ મકવાણાને 76,806 મત મળ્યાં છે. જ્યારે તેમના નજીકના હરીફ ભાજપના ઘનશ્યામ વિરાણીને 73,649 મત મળતાં 3157 મતથી આપના ઉમેદવારનો વિજય થયો છે.

આપનો નેશનલ પાર્ટીનો દરજ્જો કેવી રીતે પાકો થશે? ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં આમ આદમી પાર્ટી ખાઈખપૂચી પ્રચાર કર્યો હતો પરંતુ સરકાર નથી બની. જોકે આ ચૂંટણીની તેની મહેનત સાવ એળે નથી ગઇ. આપનો એક ટાર્ગેટ નેશનલ પાર્ટી (AAP National Party Status) બનવાનો છે. ત્યારે આ ચૂંટણીમાં બે નહીં ત્રણ બેઠક જીતતાં આ મુદ્દો પાર પડી રહ્યો છે. ( Aam Aadmi Party gains in Gujarat elections ) નેશનલ પાર્ટી બની લોકસભામાં આવવાનું આ રણનીતિક પગલું છે.ગુજરાતમાં છ મહિનાનો સમય સતત અરવિંદ કેજરીવાલે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમના ઉપરાંત ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા તેમજ સાંસદ કે જેમને ગુજરાતના પ્રદેશ પ્રભારી બનાવ્યા છે તે રાઘવ ચઢ્ઢાએ રોડ શો, જાહેરસભા, મીડિયા શો કરી અને બહોળો પ્રચાર કર્યો હતો.

ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી લડી કહેવાશેઆમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ પછી હવે હિમાચલપ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) લડી છે. એટલે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી લડવાની શરત ( AAP Strategy To Be a National Party) પૂર્ણ થશે. બીજી શરત એ છે કે 6 ટકા વોટ શેર મેળવવો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 6 ટકા વોટ શેર (AAP National Party Status) મેળવવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એડીચોટીનું જોર લગાવ્યું હતું.

6 ટકા વોટ શેરનું ગણિત આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષ બનવા તેણે વિધાનસભાની ચૂંટણીમાં 6 ટકા વોટ શેર (AAP National Party Status) મેળવવો પડે અથવા લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 4 કે તેથી વધુ બેઠક જીતવી પડે. અથવા લોકસભા સામાન્ય ચૂંટણીમાં 2 ટકા વોટ શેર મેળવવો પડે. તેમજ પ્રાદેશિક પક્ષ તરીકે તણે ચાર રાજ્યોમાં ચૂંટણી લડી હોવી જોઈએ. જો આ શરતો પૂર્ણ થાય તો આમ આદમી પાર્ટી રાજકીય રીતે રાષ્ટ્રીય પક્ષ ( AAP Strategy To Be a National Party) બની જાય છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 53.82 ટકા વોટ મેળવ્યા હતા. પંજાબમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 52.32 ટકા વોટ મેળવ્યા હતા. 2019ની લોકસભામાં પંજાબમાં આમ આદમી પાર્ટીને 7.46 ટકા વોટ મળ્યા હતા. ભારતમાં 2019 લોકસભાની વાત કરવામાં આવે તો આપને ટોટલ 07.45 ટકા વોટ મળ્યા હતા. આપને નેશનલ પાર્ટી બનવા માટે હવે હિમાચલ પ્રદેશ અને ગુજરાત પર સૌની નજર રહેશે. જો આ બન્ને રાજ્યમાં 06 ટકા કરતા વધારે મત મળશે તો, નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવી શકશે.

Last Updated : Dec 8, 2022, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details