પોરબંદર: સમગ્ર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈને તૈયારીઓને આખરી ઓપ (final touch for voting) આપી દેવામાં આવ્યો છે.પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અશોક ર્શમાનાં (Ashok sharma district collector and district election commisioner) અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી. તેમને જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં (porbandar district) પોરબંદર અને કુતિયાણા વિધાનસભા (porbandar and kutiyana assembly seat) વિસ્તારમાં 1 ડિસેમ્બરે મતદાન યોજાશે.જિલ્લાના 494 મતદાન મથકો પર મતદાન યોજાશે અને તેને લઈને તૈયારીઓ પુરી થઇ ચુકી છે
494 મતદાન મથકો પર મતદાન:જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે 1 ડિસેમ્બરના રોજ જિલ્લાના 494 મતદાન મથકો પર મતદાન યોજાશે.મતદાન માટે 14 સખી મતદાન મથકો, દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથક-2 તથા 2 ગ્રીન મતદાન મથક ઉપરાંત 1 યુવા મતદાન મથક અને 2 મોડલ મતદાન મથક રાખવામાં આવ્યા છે.