ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

2005ની બેચના IAS અધિકારીના વડપણમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી, જાણો ECO પી ભારતી વિશે - ECO P Bharti

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે કાર્યક્ષમ ચૂંટણી અધિકારીઓ, નિરીક્ષકો, સાધન સામગ્રી, સ્ટાફ સહિતની અનિકવિધ કામગીરીઓનું જટાજૂટ તંત્ર ગોઠવાયું છે. શું આપ જાણો છો આ બધી જ કામગીરી જેમના માર્ગદર્શનમાં થઇ રહી છે તે અધિકારી પી ભારતી (ECO P Bharti ) વિશે? આવો પી ભારતી ( 2005 Batch IAS Office ) વિશે વધુ માહિતી મેળવીએ.

2005ની બેચના IAS અધિકારીના વડપણમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી, જાણો ECO પી ભારતી વિશે
2005ની બેચના IAS અધિકારીના વડપણમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી, જાણો ECO પી ભારતી વિશે

By

Published : Nov 23, 2022, 6:38 PM IST

ગાંધીનગર કેન્દ્રમાં સરકાર બનાવવા બે રાજ્ય મહત્વના છે જે પૈકી એક ઉત્તર પ્રદેશ અને બીજું ગુજરાત.રાજ્યની વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) નું પરિણામ કેન્દ્રમાં સરકાર બનાવવા માટેનો બેઝ માનવામાં આવે છે. ગુજરાતની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના સ્ટેટ ગુજરાત ચૂંટણીની તમામ જવાબદારી એક મહિલા ઓફિસર પી ભારતી (ECO P Bharti )સંભાળી રહ્યા છે. તેઓ વર્ષ 2005ની બેચના અધિકારી ( 2005 Batch IAS Officer P Bharthi ) છે. પી ભારતી મૂળ આંધ્રપ્રદેશના છે. તેમણે ( 2005 Batch IAS Officer P Bharti) જાહેર નીતિમાં M.A. અને B.E. કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે.

પી ભારતીએ 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં જવાબદારી નીભાવી હતી

2018થી ગુજરાતમાં પી ભારતી પી ભારતી (ECO P Bharti )વર્ષ 2005 બેચના અધિકારી છે. પી ભારતી 2005ની બેચમાંથી ગુજરાત કેડરમાં સેવા આપતા ભારતીય વહીવટી સેવા અધિકારી ( 2005 Batch IAS Officer P Bharti)છે. 2018થી ગુજરાતના શિક્ષણ વિભાગમાં રાજ્ય પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી રહી છે. તેમણે ગુજરાત રાજ્યને મદદ કરીને ઘણા નવીન પ્રકલ્પોની કલ્પના અને સફળતાપૂર્વક અમલીકરણ તરફના પ્રયત્નો સાથે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

કેમ આપી જવાબદારી ECOની ગુજરાતના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારીની જવાબદારી અત્યારે પી. ભારતી (ECO P Bharti )પર છે. ત્યારે ભૂતકાળની વાત કરવામાં આવે તો પી. ભારતીએ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં નાયબ મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે જવાબદારી સાંભળી હતી. ત્યારબાદ તેઓને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની ( Gujarat Assembly Election 2022 ) જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પહેલા પી ભારતી ( 2005 Batch IAS Officer P Bharti) સર્વશિક્ષા અભિયાનમાં લેબર કમિશનર તરીકે ફરજ બજાવતા હતાં જ્યારે કોરોનાની પરિસ્થિતિમાં પણ તેઓએ બરોડામાં વિનોદ રાવ સાથે કોવિડની કામગીરીમાં હાજર રહ્યા હતાં. જ્યારે સર્વ શિક્ષા અભિયાનમાં પી ભારતીએ જી શાળા એપ મારફતે બાળકોને એજ્યુકેશન સાથે કનેક્ટર કરવાનો મહત્વના પ્રોજેક્ટમાં પણ તેઓએ ફરજ અદા કરી છે જ્યારે આ કામગીરી સમગ્ર દેશમાં ગુજરાતમાં પ્રથમ વખત કરવામાં આવી હતી.

મોરબીમાં બે અને લિંબાયતમાં ત્રણ બેલેટ યુનિટ પી ભારતી (ECO P Bharti )એ વધુ ઉમેદવાર બાબતે વિગતો આપતા જણાવ્યું હતું કે 65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવાર હોવાથી 02 બેલેટ યુનિટ વપરાશે. જ્યારે સુરતના 163-લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે. ભારતના ચૂંટણી પંચના નિયમ મુજબ 16 ઉમેદવાર હોય તો (15 ઉમેદવાર+NOTA) 01 બેલેટ યુનિટ જ્યારે 16થી 31 ઉમેદવારો સુધી 02 બેલેટ યુનિટ તેમજ 32થી 47 ઉમેદવારો સુધી 03 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પ્રત્યેક જિલ્લા માટે ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જે મતદાન કેન્દ્રોની મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરશે. આ તમામ કામગીરીના સંકલન અને દેખરેખ માટે મુખ્ય નિર્વાચન અધિકારી( 2005 Batch IAS Officer P Bharti) દ્વારા નિયામક, સમાજ સુરક્ષાને રાજ્યકક્ષાના નોડલ અધિકારી જાહેર કરવામાં આવી છે. તેમજ જિલ્લા કક્ષાએ પણ દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ વયના મતદારો માટે સ્થળાંતર કરતા શ્રમિકો માટે મતદાનના દિવસે સુવિધા મળી રહે તે હેતુથી નોડલ અધિકારીઓની પણ નિમણૂક ( Gujarat Assembly Election 2022 )કરવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી પંચ કરી રહ્યું છે મોડી રાત સુધી કામગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )અંતર્ગત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાત્રિના 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી પણ સતત કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી (ECO P Bharti ) પણ સવારે 10 વાગ્યાની આસપાસ ઓફિસમાં આવીને મોડી રાત સુધી ઓફિસમાં જ હાજર ( 2005 Batch IAS Officer P Bharti) રહે છે. ઉપરાંત છેલ્લા 10 દિવસથી ચૂંટણી પંચની ઓફિસ મોડી રાતના 3 વાગ્યા સુધી કાર્યરત રહે છે.

ABOUT THE AUTHOR

...view details