ગુજરાત

gujarat

ETV Bharat / videos

શું ગુજરાતમાંથી મુન્નાભાઈ MBBS જેવા ડોક્ટર તૈયાર થશે?: ઈસુદાન ગઢવી - NEET Scam

By ETV Bharat Gujarati Team

Published : May 10, 2024, 7:14 PM IST

અમદાવાદ: પંચમહાલ NEET કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફરી એક કૌભાંડ બહાર આવ્યું છે. NEETની એક્ઝામમાં 10-10 લાખ રૂપિયા લઈને વિદ્યાર્થીઓને પાસ કરાવવામાં આવી રહ્યા છે. ગુજરાતને આપણે કેટલું બદનામ કરીશું? ગુજરાતમાં હવે એક પણ એવું પેપર નથી બચ્યું જે લીક ના થયું હોય. સારા વિદ્યાર્થીઓ પાસ થઈને ડોક્ટર બને શું એવું તમે ઈચ્છતા નથી? શું ગુજરાતમાંથી મુન્નાભાઈ એમબીબીએસ તૈયાર થશે? જે લોકો ચોરી કરીને ડોક્ટર બનશે તે કેવા ડોક્ટર બનશે? આ સમગ્ર મામલે ગુજરાત સરકારે ગંભીરતા દાખવવી પડશે. હું ગુજરાત સરકારને કહેવા માંગીશ કે ગુજરાતની જનતાએ તમને ખોબલેને ખોબલે મત આપ્યા છે, માટે હવે લોલમ લોલ ન ચલાવો. વારંવાર પેપર લીક થાય છે તેમ છતાં પણ ગુજરાતના લોકો તમને વોટ આપે છે અને છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં 156 સીટો તમને આપી. ગુજરાતની જનતાને પણ હું કહેવા માંગીશ કે તમારા બાળકોનું ભવિષ્ય જે લોકો ખતરામાં મૂકે છે, તમે તેવા જ લોકોને ચૂંટો છો!!! અત્યારે નીટની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હશે, તેમના માતા-પિતા અત્યારે ચિંતિત હશે. અમારી માંગણી છે કે મુખ્યપ્રધાન લેવલથી આ કૌભાંડની તપાસ થવી જોઈએ અને જે પણ ગુનેગારો હોય તેમની વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએ. જે લોકોનું આમાં પોલિટિકલ કનેક્શન હોય તે પણ બહાર લાવવું જોઈએ. આ તમામ લોકો જેલના સળિયા પાછળ જવા જોઈએ. સાથે સાથે એક ફુલપ્રૂફ સિસ્ટમ પણ હોવી જોઈએ કે આગામી કોઈપણ પરીક્ષામાં માતા-પિતા એકદમ આશ્વસ્ત રહે કે ગુજરાતમાં હવે કોઈ પેપર લીક નહીં થાય.

ABOUT THE AUTHOR

...view details