દ્વારકામાં ભાજપ ઉમેદવાર પૂનમ માડમનો રોડ શો,કહ્યું અબકી બાર 400 પારનો નારો પૂરો થશે - BJP Road Show - BJP ROAD SHOW
Published : Apr 26, 2024, 1:10 PM IST
દ્વારકા: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા દ્વારકા ખાતે ભવ્ય રોડ શો યોજી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના જામનગર લોકસભા સીટના ઉમેદવાર પૂનમ માડમ દ્વારા પ્રચાર કાર્ય પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે શુક્રવારે 82 દ્વારકા વિધાનસભા વિસ્તારમાં યાત્રાધામ દ્વારકા ખાતે રોડ શો યોજી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપ ઉમેદવાર પૂનમ માડમે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી કહ્યું કે કોંગ્રેસ મતદારોને ડરાવે છે. મતદાન કરતા રોકે છે. મતદારો વચ્ચે વર્ગવિગ્રહ કરાવે છે. ધર્મજાતિના ભેદભાવની વાત કરી મતદારોને ગેર માર્ગે દોરે છે.તેમણે વધુમાં કહ્યું કે અબકી બાર 400 પારનો નારો પૂરો થશે અને મોદી સરકાર ડબલ બહુમતીથી લોકસભામાં આવશે.