Kutch News: આમીર ખાને દોસ્તી નિભાવી, કચ્છી યુવકના બેસણામાં રુબરુ આવી પાઠવી શ્રદ્ધાંજલિ - લગાન ફિલ્મ
🎬 Watch Now: Feature Video
Published : Jan 21, 2024, 4:43 PM IST
|Updated : Jan 21, 2024, 6:35 PM IST
કચ્છઃ ભારતના પ્રખ્યાત ફિલ્મ અભિનેતા આમીર ખાન કચ્છની મુલાકાતે આવ્યા હતા. આમીર ખાન એરપોર્ટ પર સ્પોટ થયા હતા. આમીર ખાનની આ કચ્છ મુલાકાત ટોક ઓફ ધી ટાઉન બની છે. જો કે સમાચાર મળી રહ્યા છે કે આમીર ખાન પોતાના કચ્છી મિત્રના બેસણામાં આવ્યા હતા. તેમણે મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી. તેમજ મૃતક મિત્રને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 2 દિવસ અગાઉ રોડ અકસ્માતમાં કચ્છના કોટાય ગામના આહીર યુવાનનુ મૃત્યુ થયું હતું. આ યુવાનના પરિવારને સાંત્વના આપવા માટે આમીર ખાન કચ્છ આવ્યા હતા. આમીર ખાન આજે ચાર્ટડ પ્લેન મારફતે ભુજના એરપોર્ટ આવ્યા હતા. ભુજ તાલુકાના કોટાય ગામની મુલાકાત લીધી હતી. કોટાય ગામના આહીર યુવાન મહાવીર ચાડનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આમીર ખાન તેના બેસણાંમાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમીર ખાન સાથે કચ્છી આહીર યુવાનની લગાન ફિલ્મના શૂટિંગ વખતે દોસ્તી થઈ હતી. આ દોસ્તી આમીર ખાને નિભાવી જાણી છે. આમીર ખાન આજે બપોરે પ્લેન મારફતે મુંબઈ પરત ફરશે.
અમે લગાન ફિલ્મના શૂટિંગ વખતે 1 વર્ષ સાથે રહ્યા હતા. અમારી અને દાનાભાઈ વચ્ચે કૌટુંબિક સંબંધો પણ બંધાયા હતા. અમે બહુ નજીક હતા. હું દક્ષિણ ભારતમાં હતો જ્યારે મને આ દુઃખદ સમાચાર મળ્યા. મને આ સમાચારથી બહુ દુઃખ થયું. મને થયું કે આ કપરા સમયે મારા દાનાભાઈના પરિવારને મળવું જોઈએ. કોઈપણ માતા પિતા પોતાનો પુત્ર ગુમાવે તે બહુ મુશ્કેલ સમય હોય છે...આમીર ખાન(અભિનેતા, મુંબઈ)