અમદાવાદ: આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે આજે બજેટમાં અનેક મહત્ત્વની જાહેરાતો કરી છે. ઉલ્લેખનીય છે કે, બજેટ રજૂ કરતા દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે, સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર છે. ચાલો જાણીએ બજેટની મહત્ત્વની જાહેરાતો.
સી.આઈ.આઈ અમદાવાદનાં સભ્યોએ બજેટ અંગે આપી પ્રતિક્રિયા - CII Ahmedabad on Budget
નાણામંત્રી દ્વારા રજુ કરાયેલા બજેટમાં બધા ક્ષેત્રને ધ્યાનમાં રાખી જોગવાઈ કરી છે. Msme ને ક્રેડિટ ગેરંટી સ્કીમથી ફાયદો થશે. બિહારમાં પુર એ ખુબ મોટી સમસ્યા છે, ત્યારે ફ્લડ માટેની સ્કીમ સારી છે. ટેકસના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. Gold અને ચાંદીના ભાવ વધી રહ્યા છે, ત્યારે ડ્યુટી ઘટાડવાથી રોકાણમાં વધારો થશે.
Published : Jul 23, 2024, 4:41 PM IST
આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારો: નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. 3 થી 7 લાખ રૂપિયાની આવક પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જો આવક 7 થી 10 લાખ રૂપિયા હોય તો 10 ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે. 10 થી 12 લાખની કરપાત્ર આવક પર 15 ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે. તેમજ 12 થી 15 લાખની કરપાત્ર આવક પર 20 ટકા ટેક્સ ભરવો પડશે. આ ઉપરાંત 15 લાખથી વધુની કરપાત્ર આવક પર 30 ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે.
આજના મોદી સરકારના પ્રથમ બજેટ અંગે સી.આઈ.આઈ, અમદાવાદના સભ્યોએ બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી. CII નાં સભ્યોના મતે આ બજેટ બહુ સંતુલનવાળું બજેટ છે. આ બજેટથી બધા ક્ષેત્રોને ફાયદો થશે.