અમદાવાદ: ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 2442 વોટના અંતરથી હરાવ્યા. ખાસ વાત એ છે કે ચૂંટણીમાં અપક્ષથી લડતા ભાજપના જ પૂર્વ નેતા માવજીભાઈ પટેલને પણ 27,000થી વધુ વોટ મળ્યા હતા. ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને પક્ષ વિરુદ્ધ ચૂંટણી લડનારા માવજી પટેલને લઈને નિવેદન આપ્યું હતું.
કોંગ્રેસે માવજીભાઈને અપક્ષ ઉતાર્યા હતા?
સી.આર પાટીલે વાવ બેઠકની જીતનો શ્રેય ગુજરાતમાં થયેલા વિકાસના કામો, વાવના આગેવાનો અને કાર્યકર્તાઓની મહેનતને આપ્યો છે. તેમણે કહ્યું- ગુજરાતમાં કોંગ્રેસે ભાજપમાંથી એક વ્યક્તિને ત્રિપાંખીયા જંગ માટે ઊભા રાખ્યા. પરંતુ તેઓ ફાવી શક્યા નહીં. માવજી પટેલે જેમને ઊભા રાખ્યા હતા, પાવરની વાત કરતા હતા, ભાજપના કાર્યકરોઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા. કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભા ચૂંટણીમાં પણ સીટિંગ ધારાસભ્ય હોવા છતા ત્યાના મતદારોએ તેમને નકાર્યા હતા, તેમને માઈનસમાં રાખ્યા હતા.